Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર - તાજા સમાચાર

Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર - તાજા સમાચાર
, શુક્રવાર, 7 એપ્રિલ 2017 (12:52 IST)
હાર્દિક પટેલનો મિત્ર ચિરાગ પટેલ એક રાજનિતિક પાર્ટી બનાવશે 
 
ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના ભૂતપૂર્વ સાથી ચિરાગ પટેલે ગઈકાલે જાહેર કર્યુ હતુ કે એક રાજનૈતિક પાર્ટીની સ્થાપના કરશે અને આ વર્ષના અંતમાં થનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે. ગયા વર્ષે ઓગષ્ટમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ ચિરાગ પટેલ અને અન્ય એક મહત્વના નેતા કેતન પટેલને સમિતિમાંથી સસ્પેન્ડ કર્યા હતા, કારણ કે આ બન્નેએ આરોપ મુકયો હતો કે હાર્દિકે આંદોલનનો ગેરલાભ લઈને પોતાની અંગત મહત્વકાંક્ષા પુરી કરી છે અને આંદોલન શરૃ થયાના એક વર્ષમાં તે કરોડપતિ બની ગયો છે. હવે ચિરાગ પટેલે જાહેર કર્યુ છે કે હું એક રાજનૈતિક પાર્ટી સ્થાપીશ અને જનતાને કોંગ્રેસ અને બીજેપી બન્નેની સરખામણીએ વધુ સારો વિકલ્પ આપીશ 
 
હવે પેટ્રોલ ડીઝલની કિમંત વધશે 
 
નવી દિલ્હી. અનેક વિકસિત દેશોની જેમ ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિમંતોમા રોજ વધારો થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે સરકારી તેલ કંપનીઓની કિમંતોને રોજ સમીક્ષા કરવાનો પ્લાન છે.  જેથી તે આંતરરાષ્ટ્રીય બજારના મુજબ હોય. હાલ 15 દિવસોમાં તેલની કિમંતોમાં ફેરફારની જોગવાઈ છે.  આ કંપનીઓના અધિકારીઓએ તાજેતરમાં આ બારામાં હાલમાં જ ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને મંત્રાલયના અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. એક ટોચના એકઝીકયુટીવે જણાવ્યુ હતુ કે, દૈનિક ફયુલ પ્રાઇઝીંગના આઇડિયા ઉપર ચર્ચા કેટલાક સમયથી ચાલી રહી છે હવે આપણી પાસે તેને લાગુ કરવા માટે ટેકનોલોજી છે. મોટાભાગના ફીલીંગ સ્ટેશનો ઉપર ઓટોમેશન, ડિજીટલ ટેકનોલોજીની ઉપલબ્ધતા અને સોશ્યલ નેટવર્ક કે કંપનીઓને દેશભરમાં 53,૦૦૦ પેટ્રોલ પંપો ઉપર કિંમતોમાં ફેરફારને લાગુ કરવાનુ ઘણુ સરળ કરી દીધુ છે.
 
 
કેજરીવાલે પીએમ મોદીના અંદાજમાં આપ્યુ ભાષણ 
 
નવી દિલ્હી. દિલ્હી એમસીડી ચૂંટણીને લઈને સંપૂર્ણ રીતે તૈયાર છે. આવામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આ ચૂંટણીમાં કોઈ કસર છોડવા નથી માંગતા.   આવામાં કેજરીવાલને પીએમ નરેન્દ્ર મોદીને કોપી કરતા જોવા મળ્યા છે. લોકસભા ચૂંટણી પણ બંનેયે  
ચૂંટણી પણ એક જ સ્થાન પરથી લડી હતી. જો દિલ્હી કે દેશમાં ક્યાય પણ કશુ પણ થાય છે તો તે પીએમને જવાબદાર માને છે. પણ હવે કેજરીવાલે પીએમ મોદીનો અંદાજ અપનાવી લીધો છે. 
 
 
ટ્રાઈના આદેશ પછી જિયોએ પરત લીધી સમર સરપ્રાઈઝ ઓફર, ફ્રી સેવાઓ થશે બંધ 
 
જિયોને ટેલીકોમ રેગુલેટરી અથોરિટી ઓફ ઈંડિયા (ટ્રાઈ) થી મોટો ઝટકો લાગ્યો છે. ટ્રાઈએ જિયોને સમર સરપ્રાઈઝ ઓફરના હેઠળ ત્રણ મહિના સુધી આપનારા ફ્રી ઓફરને પરત લેવાનો આદેશ આપ્યો છે. જ્યાર પછી જિયોએ આ ઓફરને પરત લેવાનુ એલાન કરી દીધુ છે. જિયોનુ કહેવુ છે કે તે ટ્રાઈના આદેશનું પૂરી રીતે પાલન કરશે.  જે ગ્રાહકો સ્કીમના લાભાર્થી બની ચૂકયા છે તે સભ્યપદે ચાલુ રહેશે.
 
ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને હમણા ફી ન ભરવાની સૂચના 
 
ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્ધારા ખાનગી સ્કૂલો દ્ધારા મનફાવે તે રીતે લેવાતી ફી પર અંકુશ લગાવવા માટે બિલ પસાર કરવામાં આવ્યું છે ત્યારે નવા સત્ર દરમિયાન સ્કૂલના સંચાલકો દ્ધારા વાલીઓ પાસેથી વસૂલવામાં આવતી ઉંચી ફીને લઇને નિવેદન આપ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીરિયામાં કેમિકલ અટેક પછી અમેરિકાએ દાગી 60 મિસાઈલો, હુમલાનો VIDEO રજુ