Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Navratri Guidelines - રાજ્ય સરકારે નવરાત્રિની ગાઈડલાઈન જાહેર કરી, ગરબાના સ્થળોએ ડોક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ રાખવા પડશે

photo -.gujarat tourism
, મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (12:32 IST)
Navratri guidelines announced
Navratri Guidelines - રાજ્યમાં નાની વયના વ્યકિતઓના બનતા હાર્ટ એટેકના બનાવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવરાત્રિ માટે ગાઇડ લાઇન જાહેર કરી છે. જે સ્થળ પર નવરાત્રિ દરમિયાન રાસ-ગરબાનું મોટું આયોજન હોય તે સ્થળ પર મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ વાન સાથે તૈનાત રાખવી તેવો રાજ્યના આરોગ્ય વિભાગે તમામ વિભાગીય નાયબ નિયામક,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મહાનગરપાલિકાના હેલ્થ મેડિકલ ઓફિસરોને પરિપત્ર કરીને આદેશ કર્યો છે.

નવરાત્રિ દરમિયાન એકથી બે કલાક સતત દાંડિયા રાસ લેતા યુવાનો હાર્ટ એટેકનો ભોગ ન બને અને કોઇ ન અસામાન્ય સ્થિતિ સર્જાઇ તો તેમને તાત્કાલિક સારવાર મળે તે માટે આરોગ્ય વિભાગે ગાઇડ લાઇન જાહેર કરી છે.જે પ્રમાણે મોટા ગરબાના આયોજન સ્થળે તાત્કાલિક સારવાર મળી રહે તેટલા માટે મેડિકલ ટીમ એમ્બ્યુલન્સ સાથે તૈનાત રાખવાની રહેશે,ઉપરાંત નજીકના આરોગ્યસ્થળે હોસ્પિટલમાં ડોકટરોની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. 108નું લોકેશન પણ ગરબાના સ્થળની આસપાસ રાખવાનું રહેશે,જેથી કરીને સમયસર સ્થળ પર પહોંચી શકાય.

શહેરની ક્લબોએ નવરાત્રિની ઉજવણી કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. પાર્કિંગ મુદ્દે તંત્રે લાલ આંખ કરતા કલબ દ્વારા પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવાની બાંહેધરી આપી હતી. જેના કારણે મોટા ભાગની કલબોએ પ્લોટ ભાડે રાખ્યા છે. ગરબા રમવા આવતા મેમ્બર અને ગેસ્ટ પોતાની કારને રસ્તા ૫૨ પાર્ક કરશે તો કલબની જવાબદારી બનશે જેના કારણે કલબો પણ રસ્તા પર સિક્યુરિટી રાખીને ફરજિયાત પાર્કિંગમાં વાહન પાર્ક કરાવશે. આ ઉપરાંત દરેક કલબ મેદાનમાં કાર્ડિયાક ડોકટર અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખી છે. જે અંતર્ગત રાજપથ ક્લબે 1500 કાર અને ટુવ્હીલર પાર્કિંગ વ્યવસ્થા માટે બે પ્લોટ લીધા છે. કર્ણાવતી ક્લબમાં પાર્કિંગ વ્યવસ્થા સાથે આઇસીયુ ઓન વ્હીલ રાખશે. YMCA ક્લબમાં 1800 વાહનોનાઓની પાર્કિંગ વ્યવસ્થા સાથે 4 હજાર પાસનું વિતરણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગરબા માટે રાતે 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાશે, સાથે જ અવાજની મર્યાદામાં લાઉડ સ્પીકર વગાડવું પડશે.
આ ઉપરાંત ગરબા માટે રાતે 12 વાગ્યા સુધી જ મંજૂરી આપવામાં આવી છે. તેથી 12 વાગ્યા બાદ ગરબા બંધ કરી દેવાશે, સાથે જ અવાજની મર્યાદામાં લાઉડ સ્પીકર વગાડવું પડશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Navratri 2023 - સૂર્યગ્રહણની છાયામાં શરૂ થશે નવરાત્રી, જાણો શું થશે તેની અસર, ઘટ સ્થાપનના શુભ મુહૂર્તનું રાખો ધ્યાન