Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અશ્રુભીની આંખો સાથે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાનુ રાજીનામુ, બોલ્યા - મે હંમેશા આપી છે અગ્નિપરીક્ષા

અશ્રુભીની આંખો સાથે કર્ણાટકના સીએમ બીએસ યેદિયુરપ્પાનુ રાજીનામુ, બોલ્યા - મે હંમેશા આપી છે અગ્નિપરીક્ષા
, સોમવાર, 26 જુલાઈ 2021 (13:43 IST)
લાંબા સમયથી ચાલી રહેલ કર્ણાટકના નાટક પર વિરામ લગાવતા બીએસ યેદિયુપ્પાએ સોમવારે મુખ્યમંત્રીના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.  વિચારવાની વાત એ છે કે આજના દિવસે યેદિયુરપ્પા સરકારને બે વર્ષ પુરા થયા છે. આ દરમિયાન તેઓ રડી પડ્યા અને બોલ્યા મે હંમેશા અગ્નિપરીક્ષા આપી છે. સરકારના બે વર્ષ પુર થવા પર યેદિયુરપ્પા વિધાનસભામાં ભાષણ આપી રહ્યા હતા.  યેદિયુરપ્પાએ આ દરમિયાન કહ્યુ કે સીએમ પદ પરથી  રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારબાદ તેઓ રાજ્યપાલના રહેઠાણ પર પહોચ્યા અને રાજીનામુ આપી દીધુ. ગવર્નર સાથે મુલાકાત બાદ બહાર નીકળ્યા બાદ યેદિયુરપ્પાએ કહ્યુ કે મારુ રાજીનામુ સ્વીકાર થઈ ગયુ છે. 
 
અગાઉ બીએસ યેદીયુરપ્પાએ જુના દિવસોને યાદ કરતાં ભાવનાત્મક રીતે કહ્યું હતું કે 'જ્યારે અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન હતા ત્યારે તેમણે મને કેન્દ્રમાં પ્રધાન બનવાનું કહ્યું હતું, પરંતુ મેં કર્ણાટકમાં રહેવાનું પસંદ કર્યું.' યેદિયુરપ્પાએ રવિવારે સંકેત આપ્યો હતો કે તેમણે મુખ્યમંત્રી પદ છોડવું પડશે. તેમણે કહ્યું હતું કે રવિવાર કે સોમવાર સુધીમાં આ નિર્ણય લેવામાં આવશે.
નવા મુખ્યમંત્રીના  ભાજપ માટે સૌથી મોટો પડકાર
 
યેદિયુરપ્પાની લિંગાયત સમુદાય પર મજબૂત પકડ છે. એવામાં તેમના રાજીનામા પછી ભાજપ માટે સૌથી મોટો પડકાર આ સમુદાયને શાધવાની હશે. રવિવારે જ વિવિધ લિંગાયત મઠોના 100થી વધુ સંતોએ યેદિયુરપ્પાની મુલાકાત કરીને તેમના સમર્થનની રજૂઆત કરી હતી. સંતોએ ભાજપને ચેતાવણી આપી હતી કે જો તેમને હટાવવામાં આવ્યા, તો પરિણામ ભોગવવા પડશે.  હાલ આગામી મુખ્યમંત્રી તરીકે જે નામોની ચર્ચા છે, તેમાં પ્રથમ નામ બસવરાજ બોમ્મઈનું છે. બોમ્મઈ લિંગાયત સમુદાયમાંથી આવે છે અને કર્ણાટક સરકારમાં ગૃહમંત્રીની સાથે સંસદીય કાર્યમંત્રી અને કાયદા મંત્રી પણ છે. ભાજપનું હાઈ કમાન્ડ વિશ્વેશ્વરા હેગડે કગેરીના નામ પર પણ વિચાર કરી રહ્યું છે. કગેરી કર્ણાટકનો બ્રાહ્મણ ચહેરો છે અને હાલ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ છે. રાજ્યના ખનન મંત્રી એમઆર નિરાનીને પણ મુખ્યમંત્રીના મજબૂત દાવેદાર ગણવામાં આવે છે. તે પણ લિંગાયત સમુદાયમાંથી આવે છે. નિરાની પાર્ટી હાઈ કમાન્ડ સાથે મુલાકાત માટે રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય કોયલા ખનન મંત્રી અને સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીનું પણ નામ પ્રકાશમાં આવ્યું છે.
 
યેદિયુરપ્પએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તેમણે બે મહિના પહેલાં જ રાજીનામાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કર્ણાટક ભાજપમાં મોટાભાગના હોદ્દાઓ પર કામ કર્યુ છે અને આટલા હોદ્દાઓ પર લગભગ કોઇએ કામ નહીં કર્યું હોય. જેના માટે તેઓ કેન્દ્રીય નેતાગીરીના આભારી છે. 26મી જુલાઇએ તેમની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે. યેદુયુરપ્પાએ કહ્યું હતું કે 2023માં કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી છે અને આગામી બે વર્ષ સુધી તેમનું એકમાત્ર લક્ષ્ય એ જ રહેશે કે તેઓ ભાજપને ફરી સત્તામાં લાવે. કેન્દ્રીય નેતૃત્વ ઇચ્છશે તો તેઓ મુખ્યમંત્રી પદે રહેશે અને અને જો તેમને રાજીનામું આપવાનું કહેવામાં આવશે તો તેઓ રાજીનામું આપી દેશે
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજથી ધોરણ 9 થી 11ની ઓફલાઈન સ્કુલ શરૂ પણ વાલીઓમાં જોવા મળી નિરસતા