Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

આકાશી આફતથી મહારાષ્ટ્રની હાલત ખરાબ બે દિ'માં 129 ના મોતઃ

આકાશી આફતથી મહારાષ્ટ્રની હાલત ખરાબ બે દિ'માં 129 ના મોતઃ
, રવિવાર, 25 જુલાઈ 2021 (07:30 IST)
આકાશી આફતથી મહારાષ્ટ્રની હાલત ખરાબ બે દિ'માં ૧ ર ૯ ના મોતઃ મહાબળેશ્વરમાં ૬o ઈચ વરસાદ રાયગઢ , રત્નાગીરી અને સતારામાં ભૂખલનને કારણે લોકોએ ગુમાવવા પડ્યા જીવઃ અનેક ઘાયલઃ મહાબળેશ્વરમાં ત્રણ દિવસમાં ૧૫૦૦ મીમી વરસાદ વરસી પડતાં અનેક ગામ સંપર્ક વિહોણા , મોટી સંખ્યામાં લોકો ફસાયા

રાયગઢ જીલ્લામાં ભૂસ્ખલનથી 38ના મોત 
 
પુણે અને કોલ્હાપુર જીલ્લા સાથે મંડળમા સાંગલી અને સાતારા જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. સતારા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત થયો છે. રાજ્યના આપત્તિ પ્રબંધન વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે મૃતકોમાંથી  38 લોકોના મોત દરિયાકાંઠાના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થવાથી થયા છે.
 
દરમિયાન, ભારત હવામાન વિભાગે શુક્રવારે સાંજે સતારા જિલ્લા માટે એક નવુ રેડ એલર્ટ રજુ કરી આગામી 24 કલાકમાં જીલ્લાના પર્વતીય ઘાટમાં ભારે વરસાદની આગાહી કરી હતી, જ્યાં ભૂસ્ખલન બાદ લગભગ 30 જેટલા લોકો લાપતા છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે સવારે કોલ્હાપુર જિલ્લામાં એક બસ નદીમાં વહી જાય એ પહેલા બસમાંથી આઠ નેપાળી કામદારો સહિત 11 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા.
 
48 કલાકમાં 129ના મોત 
 
અધિકારીએ કહ્યુ, 'મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકમાં મૃત્યુઆંક 129 પર પહોંચી ગયો છે. મોટાભાગના મોત રાયગઢઅને સતારા જિલ્લામાં થયા છે. ”તેમણે કહ્યુ કે ભૂસ્ખલન ઉપરાંત ઘણા લોકો પૂરના પાણીમાં વહી ગયા હતા. અધિકારીએ પશ્ચિમ મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં વિવિધ ઘટનાઓમાં મરનારાઓની સંખ્યા 27 બતાવી. તેમણે જણાવ્યું હતું કે, રાયગઢ જિલ્લાના મહાડ તહસીલના તલાઈ ગામ નજીક ગુરુવારે સાંજે ભૂસ્ખલન થયું હતું. એનડીઆરએફની ટીમો અને સ્થાનિક અધિકારીઓ મહાડમાં બચાવ કાર્યમાં રોકાયેલા છ
 
સાતારા રૂરલ પોલીસ અધિક્ષક અજયકુમાર બંસલે જણાવ્યું હતું કે અંબેઘર અને મીરગાંવ ગામોમાં ગુરુવારે રાત્રે ભૂસ્ખલનને લીધે કુલ આઠ મકાનો તૂટી પડ્યા. પરંતુ હજી સુધી આ બંને ઘટનાઓમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા કોઈના મોતની પુષ્ટિ કરવામાં આવી નથી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ પડવાથી 4ના મોત