Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

દેશભરમાં ઓમિક્રોન વેરિએંટના વધતા ખતરા - ઓમિક્રોનના 653 કેસ

દેશભરમાં ઓમિક્રોન વેરિએંટના વધતા ખતરા -  ઓમિક્રોનના 653 કેસ
, મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (11:25 IST)
ભારતમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે. વર્તમાન દેશમાં કોરોનાના નવા વેરિએંટના 653 કેસ સામે આવ્યા છે. રાજ્યોની વાત કરીએ તો દિલ્હી અને મહારાષ્ટ્રથી  વધારે કેસ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં 167 કેસ નોંધાયા છે જ્યારે દિલ્હીમાં 165 કેસની પુષ્ટિ થઈ છે. સારા સમાચાર એ છે કે ઓમિક્રોનનો રિકવરી રેટ સારો છે. અત્યાર સુધીમાં કુલ 186 દર્દીઓ સાજા થયા છે.
 
દેશભરમાં ઓમિક્રોન વેરિએંટના વધતા ખતરાને જોતા કેંદ્ર સરકારે રાજ્ય માટે નવી એડવાઈજરી રજૂ કરી છે. બધા કેંદ્ર શાસિત પ્રદેશ અને રાજ્યથી કેંડ્રએ કહ્યુ કે સ્થાનીય સ્તર પર જરૂર પ્રમાણે પ્રતિબંધ લાગુ કરશે. હેલ્થ સેક્રેટરી અજય ભલાની તરફથી રજૂ કરેલ એડવાઈજરીમાં કહ્યુ છે કે રાજ્ય સરકાર જરૂર પ્રમાણે નિયમ નક્કી કરવું, સ્થાનીય સ્તર પર જરૂરી હોય તો પ્રતિબંધ લગાવો. એડવાઈજરીમાં કહ્યુ છે કે ફેસ્ટીવલ સીજનના દરમિયાન લોકોને સામૂહિક એક્ત્રીકરણમાં કમી હોવી જોઈએ. એડવાઈજરીમાં 5 મંત્ર જણાવ્યા છે જેને ફોલો કરી કોરોના સંક્રમણથી બચાવ થઈ શકે છે.
દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 653 કેસ મળી આવ્યા છે, જે 116 દેશોમાં ફેલાયેલા છે
કેન્દ્ર સરકારે તેની એડવાઈઝરીમાં કહ્યું છે કે નવા ચેપ ડેલ્ટા વેરિઅન્ટ કરતા ત્રણ ગણા ઝડપથી વધે છે. આવી સ્થિતિમાં કન્ટેઈનમેન્ટ ઝોન નક્કી કરવાની, રસીકરણ વધારવાની અને પ્રોટોકોલનું પાલન કરવાની જરૂરિયાત વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશના 19 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 653 કેસ મળી આવ્યા છે. અત્યાર સુધીમાં, વિશ્વના 116 દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળી આવ્યા છે. ખાસ કરીને યુકે, ફ્રાન્સ, ઈટાલી, સ્પેન, રશિયા, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં આ વેરિઅન્ટના કેસ ઝડપથી વધી રહ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ભાજપ ધારાસભ્યએ શેર કર્યો ક્રિકેટ મેચનો વીડિયો, ખુલ્લેઆમ કોરોના કોરોનાના નિયમોના ઉડાવ્યા ધજાગરા