baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તહવ્વુર રાણા ક્યારે ભારત પહોંચશે? દિલ્હીની તિહાર જેલમાં તૈયારીઓ ચાલી રહી છે

tahawwur rana
, ગુરુવાર, 10 એપ્રિલ 2025 (10:34 IST)
Tahavur Rana- મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને લોસ એન્જલસમાં રાખવામાં આવ્યો હતો. રાણા પાકિસ્તાની-અમેરિકન આતંકવાદી ડેવિડ કોલમેન હેડલી સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવે છે, જે 26/11ના મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડમાંનો એક છે. ભારતમાં સેંકડો લોકોના મોત માટે જવાબદાર ગણાતા તહવ્વુર રાણાનું આજે ભારત પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. NIAની ટીમ રાણાને લઈ આવી રહી છે
 
પ્લેન ભારતીય એરબેઝ પર ઉતરશે
મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને અમેરિકાથી ભારત લાવવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આજે NIA અને RAWની વિશેષ ટીમ રાણાને વિમાન દ્વારા પરત લાવી રહી છે. અહેવાલો અનુસાર, રાણાને લઈ જનાર વિમાનને ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર લેન્ડ કરવામાં આવશે. અહીંથી રાણાને NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવશે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રાણાને જે રૂટ પરથી લઈ જવામાં આવશે તેના પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 
તેને કઈ જેલમાં ખસેડવામાં આવશે?
તહવ્વુર રાણાને રાખવા માટે બે જેલના નામ સામે આવી રહ્યા હતા, જેમાં પહેલું નામ દિલ્હીની તિહાર જેલ અને બીજું નામ મુંબઈની આર્થર રોડ જેલ છે. મુંબઈ હુમલામાં પકડાયેલા કસાબને પણ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તહવ્વુર રાણાને દિલ્હીની તિહાર જેલમાં શિફ્ટ કરવામાં આવશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IPL Playoffs Scenario: ગુજરાત ટાઇટન્સ પ્લેઓફની નજીક, રાજસ્થાન રોયલ્સ ટીમ એકદમ નીચે સરકી