ચર્ચિત તેજાબ કાંડ સહિત અનેક મામલાના આરોપી રાજદ નેતા અને પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે દિલ્હીના તિહાડ જેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કર્યો છે. શહાબુદ્દીનને સીવાન જેલથી તિહાડ જેલમાં મોકલવાની માંગ કરનારા અરજી પર બધા પક્ષોની દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે 17 જાન્યુઆરીના રોજ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
ચંદ્રા બાબૂ અને રાજદેવની વિધવાએ જોર આપ્યો હતો
બહુચર્ચિત તેજાબ કાંડમાં ત્રણ પુત્રોને ગુમાવનારા સીવાનના ચંદ્રા બાબૂ અને પત્રકાર રાજદેવ રંજનની વિધવા આશા રંજને શહાબુદ્દીનને પોતાનો જીવ પર સંકટ બતાવતા તેને તિહાડ જેલ(દિલ્હી) મોકલવાનો આગ્રહ સુપ્રીમ કોર્ટને કર્યો છે.
સીબીઆઈ શહાબુદ્દીનને તિહાડ જેલ મોકલવા પર પોતાની મંજુરી આપી ચુકી છે. સરકાર પણ કહી ચુકી છે કે શહાબુદ્દીનને ક્યાયની પણ જેલમાં મોકલો તેમને કોઈ વાંધો નથી. પૂર્વ સાંસદ શહાબુદ્દીન હાલ સીવાન જેલમાં છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા બિહારના સીવાન જીલ્લાની એક કોર્ટે રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી)ના પૂર્વ સાંસદ મોહમ્મદ શહાબુદ્દીનને જેલમાંથી ફોટો વાયરલ હોવા મામલે 7 ફેબ્રુઆરીના રોજ જામીન આપી દીધી હતી.