Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીને ક્લીનચિટ આપવા વિરુદ્ધ નોંધાયેલ અરજી પર સુનાવણી જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયા સુધી ટળી

Webdunia
સોમવાર, 3 ડિસેમ્બર 2018 (12:12 IST)
2002ના ગુજરાત રમખાણો દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીન તપાસમાં ક્લીનચિટ આપવા વિરુદ્ધ નોંધાયેલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી જાન્યુઅરીના ત્રીજા અઠવાડિયા સુધી ટાળવામાં આવી. 
 આ અરજી કોંગ્રેસના સાંસદ રહેલા એહસાન જાફરીની પત્ની જકિયા જાફારીએ નોંધાવી છે. ગોધરાકાંડ પછી અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં પણ હિંસા થઈ હતી. જેમા એહસાનનુ મોત થયુ હતુ. 
 
27 ફેબ્રુઆરી 2002ના ગોધરામાં સાબરમતી ટ્રેનના કોચમાં આગ લગાવી દેવાઈ હતી. તેમા 59 લોકોના મોત થયા હતા. માર્યા ગયેલા મોટાભાગના લોકો અયોધ્યાથી પરત ફરી રહેલ કારસેવક હતા. આ ઘટના પછી ગુજરતમાં રમખાણો ભડક્યા હતા. તેમા લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 
 
ગોધરાકાંડને કારણે થયા હતા રમખાણો 
 
ગોધરાકાંડના બીજા દિવસે 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં કેટલાક તોફાની તત્વોએ કોંગ્રેસ સાંસદ જાફરી સહિત 69 લોકોની હત્યા કરી નાખી હતી. ઘટના પછી સોસાયટીમાંથી 39 લોકોના શબ મળ્યા હતા. બાકી 30 લોકોના શબ ન મળતા સાત વર્ષ પછી તેમને મૃત માનવમાં આવ્યા હતા. ગુલબર્ગ સોસાયટીમાં 28 બંગલા અને 10 એપાર્ટમેંટ છે.  સુપ્રીમ કોર્ટની નજરમાં એસઆઈટીએ ગુલબર્ગ સોસાયટી કેસની ફરીવાર તપાસ કરી હતી. એસઆઈટીએ આ મામલે 66 લોકોની ધરપકડ કરી હતી. 
 
જકિયાનો આરોપ, ફોન કરવા છતા પણ કોઈ બચાવવા ન આવ્યુ 
 
જકિયા જાફરીએ આરોપ લગાવ્યો કે રમખાણો ભડકવા દરમિયાન તેમના પતિ વરિષ્ઠ નેતાઓ અને પોલીસ ઓફિસરોને ફોન કરતા રહ્યા પણ ગુલબર્ગ સોસાયટે સુધી મદદ ન પહોંચી અને તોફાની તત્વોને રોકી શકાયા નહી. રમખાણો સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. એસઆઈટીએ 8 ફેબ્રુઆરી 2012ના રોજ ક્લોજર રિપોર્ટ દાખલ કરી. તેમા મોદી અને અન્ય ઓફિસરોને ક્લિન ચિટ આપવામાં આવી. તેના વિરુદ્ધ જકિયા જાફરીની અરજીને ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટની કોર્ટ અને 2017માં ગુજરાત હાઈકોર્ટે ઠુકરાવી દીધી હતી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારને કરી લો આ 3 સરળ ઉપાય ભોળેનાથની કૃપાથી બની જશે બધા બગડેલા કામ મળશે સમ્માન

યોગી આદિત્યનાથે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી પર નિવેદન આપ્યું

સ્પેનમાં આવેલા ભયાનક પૂર પછી રસ્તા પર ઉતર્યા લોકો

દિલ્હીમાં ‘અતિશય ખરાબ’ શ્રેણીમાં પહોંચ્યું પ્રદૂષણ, પાકિસ્તાનમાં પણ હવા ખરાબ

યુવકે પરિણીત યુવતીને હોટલમાં બોલાવી, કહ્યું- હું તારી સાથે છું..., પછી જે થયું તે માનવામાં નહીં આવે

આગળનો લેખ
Show comments