Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Sonali Phogat Death: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનુ નિધન, ભાજપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી

Sonali Phogat Death: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનુ નિધન, ભાજપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી
, મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (11:16 IST)
ભાજપ અનેતા બિગ બોસ ફેમ અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનુ ગોવામા હાર્ટ એટેકથી નિધન થયુ છે. તેમના ભાઈ વતબ્ન ઢાકાએ મોતના સમાચારની ચોખવટ કરી છે.  તેમની એક પુત્રી છે. બીજી બાજુ સોનાલી ફોગાટના મોતની સૂચના પર તેમનો પરિવાર ભૂથનથી ગોવા માટે રવાના થઈ ગયો છે. 
 
2016માં સોનાલીના પતિ સંજય ફોગટ પણ ફાર્મ હાઉસમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સોનાલી, ઢાકા પરિવારની પુત્રી, ફતેહાબાદના ભૂતથાન ખુર્દમાં 22 થી 25 સુધી તેના પૂર્વ નિર્ધારિત ગોવાના પ્રવાસ પર હતી. તે તેના ટિકટોક વીડિયોને લઈને ચર્ચામાં રહેતી હતી.
 
2006માં એકરિંગથી કરી કેરિયરની શરૂઆત 
 
સોનાલીએ વર્ષ 2006માં એન્કરિંગથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે હિસાર દૂરદર્શન માટે એન્કર કરતી હતી. બે વર્ષ બાદ 2008માં તેઓ ભાજપમાં જોડાયા હતા. 2019માં ભાજપની ટિકિટ પર આદમપુરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. સોનાલીએ પંજાબી અને હરિયાણવી ફિલ્મો, મ્યુઝિક વીડિયો કર્યા હતા. વર્ષ 2019 માં, તેણે ફિલ્મ છોરિયા છોરો સે કમ નહી  હોતીમાં કામ કર્યુ હતુ. આ  તેમની પહેલી ફિલ્મ હતી.  બિગ બોસ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે તેના પતિના મૃત્યુ બાદ ઘણા લોકોએ તેને માનસિક રીતે પરેશાન કરવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તે એકદમ એકલી હતી.
   
ઘણી વખત વિવાદોમાં રહ્યા
સોનાલી ખેડૂતોના આંદોલન દરમિયાન પોતાના નિવેદનોને લઈને ઘણી ચર્ચામાં રહી હતી. ખેડૂતોના આંદોલન પર તેમણે કહ્યું કે કૃષિ કાયદા ખેડૂતોના હિત માટે છે. ખેડૂતોને છેતરવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે ખુલ્લા દિલથી આ અંગે ચર્ચા કરવી જોઈએ જેથી ખેડૂતો આ કાયદાનું મહત્વ સમજી શકે. ગયા વર્ષે, તેણીનો એક અધિકારીને ચંપલ વડે થપ્પડ મારતો એક વિડીયો વાયરલ થયો હતો, જેનાથી તેણી ચર્ચામાં આવી હતી. તે જ સમયે, એક ગામમાં તેમના સંબોધન દરમિયાન, તે વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે ચર્ચામાં હતી.
 
થોડા દિવસ પહેલા જ્યારે આદમપુરના ભૂતપૂર્વ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈ ભાજપમાં જોડાયા ત્યારે તે ખૂબ જ નારાજ થઈ હતી. તેણે કહ્યું હતું કે હું હરિયાણાની જાટ છું, નામ  છેસોનાલી ફોગટ, બધાની ઉભી કરી દઈશ ખાટ  અને આગળ જોઈ લેશો સોનાલી ફોગાટના ઠાઠ 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજકોટના લોકમેળામાં મોતના કૂવામાં કારનું ટાયર નિકળી જતાં કાર નીચે પટકાઇ