શ્રદ્ધા મર્ડર કેસમાં જેમ જેમ તપાસ આગળ વધી રહી છે તેમતેમ હેરાન કરનારા ખુલાસા થઈ રહ્યા છે. દિલ્હી પોલીસ સામે આફતાબે કબૂલ કર્યુ છે કે તેને શ્રદ્ધાના કપાયેલા માથાને ત્રણ દિવસ સુધી ફ્રિજની અંદર મુક્યુ. પછી એ કપાયેલા માથાને સળગાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જામી જવાને કારણે માથુ સારી રીતે સળગી શક્યુ નહી. ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના કપાયેલા માથાને માટીમાં રગડીને ફેંકી દીધુ જેથી તેને જાનવર ખાઈ જાય. પૂછપરછમાં આફતાબે એ પણ જણાવ્યુ કે તેને આ બધી માહિતી ઈંટરનેટ દ્વારા મળી.
અંગૂઠા સિવાય બધા ટુકડા જંગલમાં ફેક્યા
જ્યારે પોલીસે આફતાબને પૂછ્યું કે તેણે લોહી કેવી રીતે સાફ કર્યું તો તેણે કહ્યું કે તેણે શરીરના ટુકડા અને લોહી સાફ કરવા માટે બ્લીચ પાવડરનો ઉપયોગ કર્યો હતો. આફતાબે પોલીસને જણાવ્યું હતું કે તેણે પહેલા નાશવંત ટુકડાઓ ફેંકી દીધા હતા, જેમાંથી દુર્ગંધ આવતી હતી. આફતાબે એ પણ જણાવ્યું કે તેણે ફ્લોર પરના લોહીના ડાઘ સાફ કરવા માટે કેમિકલનો ઉપયોગ કર્યો હતો. આફતાબે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા. તેણે બધા ટુકડા જંગલમાં ફેંકી દીધા, પરંતુ અંગૂઠો બીજે ક્યાંક ફેંકી દીધો.
ઘરે આવેલા મિત્રોને પણ શંકા જવા દીધી ન હતી
હત્યા બાદ આફતાબના મિત્રો પણ ઘરે આવ્યા હતા. પરંતુ તે દરમિયાન તેણે શ્રદ્ધાના શરીરના અંગો અન્યત્ર છુપાવી દીધા હતા. આફતાબે પોલીસને જણાવ્યું કે તે આખી રાત શ્રદ્ધાના મૃતદેહ સાથે હતો. તેને ન તો ડર હતો કે ન તો પસ્તાવો. તે લાશની સાથે ફ્લેટમાં સૂઈ ગયો હતો. રાત્રે તેણે રસોડામાં ભોજન ગરમ કરીને ખાધું હતું.
ત્રિલોકપુરીમાં મળેલા કપાયેલા માથા સાથે હોઈ શકે કનેક્શન
ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાંથી પોલીસને એક કપાયેલું માથું અને કપાયેલા હાથ મળી આવ્યા હતા. આ શ્રધ્ધાના મૃત્યુની તારીખ બાદ પોલીસને મળી હતી. ત્રિલોકપુરીમાં મળેલા શરીરના અંગોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી , જે માથું અને હાથ મળી આવ્યા હતા તેમની હાલત ખૂબ જ ખરાબ હતી. હવે તેમને ડીએનએ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે અને ફોરેન્સિક રિપોર્ટ પણ ટૂંક સમયમાં આવી રહ્યો છે. આ મામલે બંને જિલ્લાની પોલીસ ટીમો સતત સંપર્કમાં છે અને ત્રિલોકપુરીમાં મળી આવેલા શરીરના અંગોની માહિતી શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસ ટીમને સોંપવામાં આવી છે. પોલીસ શ્રદ્ધાના પરિવારના ડીએનએ મેચ કરશે અને આ લાશ શ્રદ્ધાની છે કે કેમ તેની તપાસ કરશે.