Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શરદ પવારની ભાજપને ધમકી

sharad pawar threaten
, ગુરુવાર, 18 નવેમ્બર 2021 (12:50 IST)
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ના વડા શરદ પવારે ફરી એકવાર ED અને CBIને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે NCP હોય, કોંગ્રેસ હોય કે શિવસેના(Shivsena) અમારા તમામ સહયોગી પક્ષોને ઘણી સરકારી એજન્સીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે. પવારે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, “તમે અનિલ દેશમુખને જેલમાં પુરાવ્યો છે અને પરમબીર સિંહ ફરાર છે.” તમે જે કંઈ કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે,શરદ પવારે પહેલીવાર અનિલ દેશમુખનું ખુલ્લેઆમ સમર્થન કરતા કહ્યું કે, અનિલ દેશમુખ સાથે જે થઈ રહ્યુ છે તે ઘોર અન્યાય છે. તમને જણાવી દઈએ કે, પૂર્વ મંત્રી અનિલ દેશમુખ હાલમાં મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હાલ અનિલ દેશમુખને લઈને શરદ પવારે ભાજપ પર પ્રહારો કર્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Spa Centre- સ્પા સેન્ટરમાં ચાલતું હતું સેક્સ રેકેટ, પર્દાફાશ થતાં સંચાલકની ધરપકડ