Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

નવો કાયદો - યૌન સંબંધની માંગ પણ લાંચ માનવામાં આવશે

નવો કાયદો - યૌન સંબંધની માંગ પણ લાંચ માનવામાં આવશે
, સોમવાર, 10 સપ્ટેમ્બર 2018 (10:31 IST)
નવા ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ યૌન તૃષ્ટિની માંગ કરવી અને તેને મંજૂર કરવી લાંચ માનવામાં આવી શકે છે. આ માટે સાત વર્ષ સુધી જેલની સજા થઈ શકે ચ હે.  સરકારના એક વરિષ્ઠ અધિકારીએ રવિવારે જણાવ્યુ કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 2018માં અનુચિત લાભ પદને સામેલ કરવામાં આવ્યો છે. જેનો મતલબ કાયદાકીય પારિશ્રમિક ઉપરાંત અન્ય કોઈપણ પ્રકારની પ્રાપ્તિ છે. તેમા મોંઘા ક્લબની સભ્યતા અને આતિથ્યનો પણ સમાવેશ છે. 
 
આ અધિનિયમમાં રિશ્વત શબ્દને ફક્ત પૈસા કે ધન સુધી સીમિત નથી રખાયુ. તેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસેથી મંજૂરી મળ્યા પછી કેન્દ્ર સરકારે જુલાઈમાં અધિસૂચિત કરવામાં આવ્યુ હતુ. વર્ષ 2018ના સંશોધન અધિનિયમ દ્વારા 30 વર્ષ જૂના ભ્રષ્ટાચાર નિવારણ કાયદામાં સંશોધન કરવામાં આવ્યુ છે. 
 
અધિકારી મુજબ સંશોધિત કાયદા હેઠળ સીબીઆઈ જેવી તપાસ એજંસીઓ યૌન તૃષ્ટિ મોંઘા ક્લબની સભ્યતા અને આતિથ્ય માંગવા અને સ્વીકાર કરવા કે નિકટના મિત્રો કે સંબંધીઓને રોજગાર પ્રદાન્ન કરવા અધિકારીઓ વિરુદ્ધ હવે મામલો નોંધી શકે છે. તેમા લાંચ આપનારાઓ માટે પણ વધુમાં વધુ સાત વર્ષની જેલની સજાની જોગવાઈ છે. આ પહેલા લાંચ આપનારા ભ્રષ્ટાચાર પર રોક લગાવવા સંબંધી કોઈપણ ઘરેલુ કાયદાના દાયરમાં આવતા નથી. 
 
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ અધિવક્તા જી. વેંકટેશ રાવે કહ્યુ, અનુચિત લાભમાં એવો કોઈપણ ફાયદો હોઈ શકે છે જે બિન આર્થિક હોય. મતલબ મોંઘી કે મફત ભેટ. મફત રજાની વ્યવસ્થા કે એયરલાઈન ટિકિટ અને રોકાવવાની વ્યવસ્થા. તેમા કોઈ સામાન અને સેવાઓ માટે ચુકવણીનો પણ સમાવેશ રહેશે. મતલબ કોઈ ચલ કે અચલ સંપત્તિને ખરીદવા માટે ડાઉન પેમેંટ કોઈ ક્લબની સભ્યતા માટે ચુકવણી વગેરે. તેમા યૌન તૃષ્ટિની માંગને વિશેષ રૂપે સામેલ કરવામાં આવી છે. જે બધી અપેક્ષાઓમાં સૌથી નિંદનીય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Bharat Bandh LIVE: ભરૂચમાં ટાયર સળગાવ્યા, બિહારમાં રોકી ટ્રેનો, રાહુલનો દિલ્હીમાં પગપાળા માર્ચ