Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

યુનિફોર્મ સિવિલ કોડ પર સરકરાનું લોકસભામાં મહત્ત્વપૂર્ણ નિવેદન, શું કહ્યું?

યુનિફોર્મ સિવિલ કોડ પર સરકરાનું લોકસભામાં મહત્ત્વપૂર્ણ નિવેદન, શું કહ્યું?
, શુક્રવાર, 3 ફેબ્રુઆરી 2023 (08:46 IST)
કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ગુરુવારે કહ્યું હતું કે, "દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી."
 
કાયદા મંત્રી કિરેન રિજીજુએ લિખિત જવાબમાં કહ્યું હતું કે, “સરકારે 21માં કાયદા પંચને યુનિફોર્મ સિવિલ કોડ સાથે સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન આપવા અને ભલામણો કરવા વિનંતી કરી.”
 
રિજીજુ અનુસાર, “21માં કાયદા પંચનો કાર્યકાળ 31 ઑગસ્ટ 2018એ પૂર્ણ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં કાયદા પંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે યુનિફૉર્મ સિવિલ કોડનો મુદ્દો 22માં કાયદા પંચ સમક્ષ ઉઠાવવામાં આવી શકે છે.”
 
કાયદા મંત્રીએ કહ્યું હતું કે, “યુનિફૉર્મ સિવિલ કોર્ડના અમલને લઈને હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.“
 
સમાચાર એજન્સી પીટીઆઈએ સરકાર સાથે જોડાયેલા સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, “વર્તમાન લૉ પૅનલનો કાર્યકાળ જે આ મહિને પૂર્ણ થઈ રહ્યો છે, તેને ત્રણ વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે.“
 
વર્તમાન લૉ પૅનલ 21 ફેબ્રુઆરી 2020એ રચના કરવામાં આવી હતી, પરંતુ તેના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક ગયા વર્ષે નવેમ્બરમાં કરવામાં આવી હતી.
 
યુનિફોર્મ સિવિલ કોડ 2014 અને 2019માં ભાજપનું ચૂંટણી વચન રહ્યું છે અને ભાજપના નેતાઓ તરફથી તેને લઈને પ્રતિક્રિયાઓ આવતી રહે છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વડોદરામાં ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા યુવાનનું મોત, 1ની હાલત ગંભીર