Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

UP Politics Viral : મુસલમાનોમાં બાબરનુ DNA, તો તમારી અંદર કોનુ ? કરણી સેના પર વરસ્યા સપા સાંસદ રામજી લાલ સુમન

ram ji lal suman
આગ્રા. , મંગળવાર, 15 એપ્રિલ 2025 (12:15 IST)
સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીલાલ સુમન પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ડો. ભીમરાવ આંબેડકર જયંતિના કાર્યક્રમમાં તે આગ્રાના સમાજવાદી પાર્ટી કાર્યાલય પહોચ્યા હતા. ત્યા તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ કે 19 એપ્રિલના રોજ અખિલેશ યાદવ આગર આવી રહ્યો છે. મેદાન તૈયાર છે. બે-બે હાથ થશે. તેમણે આગળ કહ્યુ કે જો દરેક મસ્જિદની નીચે મંદિર છે તો અમને કહેવુ પડશે દરેક મંદિરની નીચે બૌદ્ધ મઠ છે.  જૂની વાતો ન ખોદશો નહી તો ભારે પડી જશે. જો આ લોકો કહેશે કે મુસલમાનોમાં બાબરનુ ડીએનએ છે તો અમે પુછીશુ કે તમારી અંદર કોનુ ડીએનએ છે.. એ પણ બતાવી દો. 
 
રામજીલાલ સુમને કહ્યુ કે અત્યાર સુધી અમે થલ સેના, વાયુ સેના અને જળ સેના સાંભળી હતી પણ હવે આ ફેક કરણી સેના ક્યાથી આવી ગઈ. સુમનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સપા સાંસદ રામજી લાલ સુમન એ સમયે કરણી સેનાના નિશાના પર આવી ગયા હતા જ્યારે તેમણે રાજ્યસભામાં ઔરંગઝેબ વિવાદ પર બોલતા તેમણે રાણા સંગા પર વિવાદિત નિવેદન આપતા તેમને ગદ્દાર કહ્યા હતા. ત્યારબાદથી જ તેઓ ક્ષત્રિય સમાજના નિશાના પર છે.  
 
કરણી સેનાએ કર્યો હતો રામજીલાલ સુમનના ઘરે હુમલો 
રામજીલાલ સુમનના વિવાદિત નિવેદન બાદથી જ તેઓ ક્ષત્રિય સમાજને તેમની પાસે માફી માંગવા કહી રહ્યા છે. થોડા દિવસ પહેલા કરણી સેનાના લોકોએ રામજી લાલ સુમનના આગ્રા સ્થિત રહેઠાણ પર હુમલો બોલ્યો હતો. જ્યારબાદ સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવે તેમનુ સમર્થન કરતા આ  હુમલા માટે સરકારને જવાબદાર ઠેરવ્યા હતા.  હવે એકવાર ફરી રામજી લાલ સુમને કરણી સેનાને ખુલો પડકાર આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રામજી લાલ સુમન દલિત સમાજમાંથી આવે છે.  તેથી સમાજવાદી પાર્ટી તેને દલિતો પર ઉમલો બતાવી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lucknow News: હાથમા નાડાછડી અને માથા પર તિલક, માનસ બનીને હિન્દુ યુવતી સાથે લગ્ન કરવા પહોચેલ રઈસને ગોત્ર પૂછતા ખુલી પોલ