Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં દુઃખદ અકસ્માત! મચ્છર ભગાડનાર અગરબત્તી સળગાવીને સૂતો પરિવાર, સવારે 6 લોકોના મૃતદેહ મળી આવ્યા

delhi news
, શુક્રવાર, 31 માર્ચ 2023 (12:04 IST)
રાત્રે સૂતેલો પરિવાર સવારે ઉઠ્યો જ નહીં - દેશનઈ રાજધાની દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે એક પરિવારના 6 લોકો તેમના ઘરમાં મૃત મળી આવ્યા હતા, જ્યારે 3 ગંભીર બેભાન હાલતમાં જગ પ્રવેશ ચંદ્ર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં 4 પુરુષ, 1 મહિલા અને દોઢ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. ડીસીપી નાર્થ ઈસ્ટનો કહેવુ છે કે દુર્ઘટના મચ્છરની અગરબત્તી પ્રગટાવ્યા બાદ ગાદલામાં આગ લાગી હતી. આગ લાગવાથી ઘરમાં ધુમાડો ભરી ગયો અને કાર્બન મોનોઑક્સાઈડના કારણે સૂઈ રહ્યા લોકોની શ્વાસ રૂંધાઈ ગયો અને મૃત્યુ પામ્યો.
 
ઉત્તર પૂર્વ દિલ્હીના ડીસીપી મુજબ જે 2 લોકોની સારવાર અત્યારે હોસ્પીટલમાં ચાલી રહી છે તેનામાં એક 1ક 15 વર્ષની છોકરી, એક 45 વર્ષનુ માણસ શામેલ છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં લાવવામાં આવેલા 22 વર્ષીય યુવકને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Kanpur News – ભયંકર આગમાં કાનપુરના કપડા બજારની 800 દુકાન બળીને ખાક, 9 કલાકથી આગ બુઝાવવાના પ્રયાસો ચાલુ છે