Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

RSS પ્રમુખ મોહન ભાગવત મુસ્લિમ ધર્મગુરૂઓ સાથે કેમ કરી રહ્યા છે મુલાકાત ? જાણો સંપૂર્ણ સ્ટોરી

RSS meeting with Muslims
, ગુરુવાર, 24 જુલાઈ 2025 (12:57 IST)
RSS meeting with Muslims
RSS meeting with Muslims: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવત ગુરૂવારે એટલે કે આજે દિલ્હી સ્થિત હરિયાણા ભવનમાં મુસ્લિમ ધર્મગુરૂઓ અને બુદ્ધિજીવીઓની સાથે બેઠક કરશે. આ દરમિયાન દેશમાં સામાજીક સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવાના મુદ્દે વાતચીત થશે. RSS અને તેનાથી સંબંધિત અનેક સંગઠન મુસ્લિમ ધર્મગુરૂઓ અને જવાબદારો સાથે બેઠક કરતી રહે છે. આ બેઠકનો હેતુ મુસ્લિમ સમાજમાં જાગૃતતાને ફેલાવવાનો અને સમાવેશિતાની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો હોય છે..  
 
મીડિયા રિપોર્ટના મુજબ આ બેઠક સવારે 10 વાગે દિલ્હી સ્થિત હરિયાણા ભવનમાં થવાની છે. આ બેઠકમાં RSS મહાસચિવ દત્તાત્રેય હોસબોલે, સંયુક્ત મહસચિવ કૃષ્ણ ગોપાલ, રામ લાલ અને ઈન્દ્રેશ કુમાર પણ હાજર રહેશે. આ બધા RSS મા મોટા પદો પર છે. આ બેઠકમાં અખિલ ભારતીય ઈમામ સંગઠન પ્રમુખ ઉમર અહમદ ઈલિયાસી સહિત અનેક મુસ્લિમ ધર્મગુરૂ પણ ભાગ લેશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ RSS સાથે સંબંધિત એક સંગઠન છે જે મુસ્લિમ સમુદાયમાં RSS ની  વિચારઘારાને ફેલાવવાનુ કામ કરે છે. RSS આ સંગઠનના માઘ્યમથી આજે 24 જુલાઈના રોજ મુસ્લિમ ધર્મગુરૂઓ, વિદ્વાનો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે સંવાદ કરી રહ્યા છે.  
 
આ પહેલા વર્ષ 2023 માં મુસ્લિમ રાષ્ટ્રીય મંચે કહ્યુ હતુ કે આ એક દેશ, એક તિરંગો, એક રાષ્ટ્રગાનના વિચારને અલ્પસંખ્યક સમુહ સુધી પહોચાંડવા માટે એક રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરશે. બીજી બાજુ સપ્ટેમ્બર 2022 માં મોહન ભાગવતે અનેક મુસ્લિમ બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી હતી અને દેશમાં ધાર્મિક સમાવેશિતાને મજબૂત કરવાની રીત પર ચર્ચા કરી હતી.   આ બેઠક સંઘના વિચારોના પ્રચાર પ્રસાર અને ધાર્મિક સમાવેશિતાના વિષય ને પ્રોત્સાહન આપવા માટે આયોજીત કરવામાં આવી હતી. બેઠકમાં જ્ઞાનવાપી વિવાદ અને જનસંખ્યા નિયંત્રણ પર ચર્ચા થઈ હતી.  
 
આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) SY કુરેશી, દિલ્હીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર (LG) નજીબ જંગ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર લેફ્ટનન્ટ જનરલ ઝમીર ઉદ્દીન શાહ, ભૂતપૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકી અને ઉદ્યોગપતિ સઈદ શેરવાની સહિત અનેક બુદ્ધિજીવીઓ હાજર રહ્યા હતા.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Viral Video: બિલાડીએ ઉંદરને પોતાનું ઓશીકું બનાવી લીધુ, વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં