તમિલનાડુના કરુર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં શનિવારે સાંજે થયેલી નાસભાગમાં મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે. જ્યારે કે ઘણા લોકોની હાલત હજુ ગંભીર છે. મૃતકોમાં ઘણી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાગદોડ પહેલા વિજયના રોડ શોમાં બધું સામાન્ય હતું, પરંતુ પછી અચાનક કંઈક એવું બન્યું કે લોકો એકબીજાને કચડીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા. ભાગદોડ શા માટે થઈ તે અંગે જુદી જુદી વાતો થઈ રહી છે. જોકે, પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓના મતે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ નિષ્કર્ષ કાઢવો ઉતાવળ ગણાશે.
ઉલ્લેખનીય છે કે નાસભાગ પહેલા, વિજયની રેલીમાં લોકોમાં ખૂબ જોશ જોવા મળી રહ્યો હતો. તેમને બોલતા સાંભળવા માટે હજારો લોકો ભેગા થયા હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું, પછી અચાનક એવું કશું બની ગયું કે ઉત્સાહનો માહોલ ભયમાં ફેલાવવા માંડ્યો...મહિલાઓ અને બાળકો ચીસો પાડવા લાગ્યા.... કોઈ સમજે તે પહેલાં, રેલીમાં હાજર લોકો એકબીજાનેને કચડીને આમતેમ ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યા.... ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પણ ભીડને કાબૂમાં રાખવામાં જોવા મળી રહી હતી..
પ્રત્યક્ષ જોનારાઓના કહેવા મુજબ
રેલીમાં હાજર લોકો નાસભાગ અંગે જુદા જુદા નિવેદનો આપી રહ્યા છે. એક પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મુજબ, વિશાળ રેલીને સંબોધતી વખતે વિજયે એક ગીત ગાયું હતું જેમાં બાલાજીને 10 રૂપિયા પ્રતિ બોટલ વેચતા મંત્રી તરીકે વર્ણવવામાં આવ્યા હતા. ભીડમાં જોશ છવાય ગયો, અને પછી અચાનક લાઠીચાર્જ શરૂ થયો. બીજા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે વિજય રેલી સ્થળ પર પહોંચ્યો ત્યારે બધું સામાન્ય હતું, જ્યારે જનરેટરની ફ્લડલાઇટ બંધ થઈ ગઈ. ત્યારે એક મહિલા તેની પુત્રીને ગુમ થતા બેચેન થઈ શોધી રહી હતી. ભીડમાં અચાનક બેચેની વધી અને પછી...
નાસભાગ વિશે 5 મુખ્ય તથ્યો
- રેલીમાં ભાગદોડ મચવાનું કોઈ સ્પષ્ટ કારણ હજુ સુધી સ્થાપિત થયું નથી. પોલીસ અનેક તપાસ કરી રહી છે.
- પ્રત્યક્ષદર્શીઓ અલગ અલગ નિવેદનો આપી રહ્યાછે. તમિલ અભિનેતા વિજયની રેલીમાં પરિસ્થિતિ અચાનક બગડી ગઈ. - - ત્યારબાદ વિજય સમર્થકો શાંતિ જાળવવા અપીલ કરતો જોવા મળ્યો, પરંતુ ત્યાં સુધીમાં પરિસ્થિતિ કાબુ બહાર થઈ ગઈ હતી.
- પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. વિજયે પણ પોતાનું ભાષણ અધવચ્ચે જ સમાપ્ત કરી દીધું અને રેલી છોડી નીકળી ગયો
- પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વિજયે પોતાનું ભાષણ શરૂ કર્યાના થોડા સમય પછી, કંઈક એવું બન્યું જેનાથી બધા એક દિશામાં દોડી ગયા.
- રાજ્ય સરકારે ઘટનાની તપાસ માટે ન્યાયાધીશ અરુણા જગતેશનના નેતૃત્વમાં એક પેનલની રચના કરી છે.
10 રૂપિયા નો નેતા ગીત
રેલી દરમિયાન, વિજયે આરોપ લગાવ્યો કે ભૂતપૂર્વ મંત્રી વી. સેન્થિલ બાલાજીએ દ્રવિડ મુનેત્ર કઝગમ (ડીએમકે) ના પહેલા પરિવારને ઉચાપત ભંડોળનું વિતરણ કરવા માટે એટીએમ તરીકે કામ કર્યું હતું. બાલાજીને "10 રૂપિયા નો નેતા" ગણાવતા વિજયે પૂછ્યું, "શું મારા એ યોગ્ય રહેશે કે હું કરુરમાં છું છતાં તેમના વિશે આ વાત ન કરું? તેઓ એક મંત્રી હતા, પરંતુ તેઓ હજુ પણ એક મંત્રીની હોય એવો વ્યવહાર કરી રહ્યા છે.