એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપનારી ભારતીય જનતા પાર્ટી યૂપીમાં 3/ 4 ભાગની સીટો મેળવતી દેખાય રહી છે. અત્યાર સુધીના પરિણામો મુજબ ભાજપા ઉત્તર પ્રદેશમાં ક્લીન સ્વીપ કરી રહી છે. સમાજવાદી પાર્ટી હારી રહી છે અને બહુજન સમાજવાદી પાર્ટીની હાલત ખૂબ જ ખરાબ છે.
બહુજન સમાજવાદી પાર્ટીએ સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી. ચૂંટણીના પરિણામો સામે આવ્યા પછી શુ બોલ્યા મુસલમાન.. તમે પણ વાંચો
વાંચો ભાજપની આ ઐતિહાસિક જીત પર શુ વિચારે છે મુસલમાન
અમીક જામેઈએ લખ્યુ, "ઉત્તર પ્રદેશ હિંદુત્વના હાથમાં ગયુ. આ હાલત માટે બિહારની જેમ મહાગઠબંધનનુ ન બનવુ જવાબદાર છે. અખિલેશ યાદવને લોકોએ ચૂંટણી વિકાસના નામ પર લડવાની ભલામણે આપી મિસગાઈડ કર્યા છે. જ્યારે કે ભાજપાએ દલિત અને પછાતમાં જ સેંઘ મારી છે. મતલબ સોશિયલ એંજિનિયરિંગ કરી વિશાળ જીતની તરફ.."
મોહમ્મદ જાહિદે ફેસબુક પર લખ્યુ, "આ ચૂંટણી પરિણામ સપા અને બસપાના વોટરોમાં ભાજપા અને નરેન્દ્ર મોદી તરફ જતા રહેવાનો સંકેત છે. મુલ્સિમ વોટરો માટે માર કરી રહેલ સપા-બસપા પોતાના જ અન્ય પરંપરાગત વોટ ભાજપા તરફ જતા ન રોકી શક્યા.
મોહમ્મદ ખાલિદ હુસૈને લખ્યુ, "ઉત્તર પ્રદેશમાં ભાજપા પોતાની ધ્રુવીકરણની રાજનીતિમાં સફળ રહી. ભાજપાની અપરોક્ષ જીત એ બતાવે છે કે આજે પણ દેશ માટે ગરીબી, બેરોજગારી, ભૂખમરો વગેરે જેવી સમસ્યાથી વધુ મહત્વપૂર્ણ સ્મશાન અને રામ મંદિર જ છે."
મોહમ્મદ ઉસ્માને લખ્યુ, "જે લોકોને પોલીસ મથકમાં બે મુસલમાન સિપાઈઓને બદલે 18 ટકા અનામત જોઈતુ હતુ. તે અત્યાર સુધી એફઆઈઆર કરીને બતાવી દેતો.
શાદમાન અલીએ લખ્યુ, "મુસલમાન સપા બસપાને વોટ આપ્યા, બાકી દલિત યાદવ ભાજપાની સાથે જતા રહ્યા."
અલી ખાને લખ્યુ, "બિહારમાં મુસલમાન એક થયો હતો, સેકુલર એક હતો.. પણ યૂપીમાં વહેચાઈ ગયો કે વહેંચવામાં આવ્યો ... ?
અલી સોહરાબે લખ્યુ, "મુસલમાન વોટોને માયાવતીએ ગદ્દાર કહ્યુ હતુ, શીલા પણ કહી ચુકી છે.. હવે અખિલેશ પણ ગદ્દાર કહી દેશે.
અફરોજ આલમ સાહિલે લખ્યુ, "યૂપી કમ્યૂનલ પોલિટિક્સની એક નવી પ્રયોગશાળા બનીને ઉભરી છે."
સલમાન સિદ્દીકીના મુજબ, "આ વખતે વોટ જાતિના આધાર પર નહી ધર્મના આધાર પર પડ્યા છે. બાકી બધી તો વાતો છે... વાતોનુ શુ છે.. !!