Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ભોપાલમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશનનુ પીએમ મોદીએ કર્યુ ઉદ્દઘાટન, કહ્યુ - જે પણ અહી આવશે તેને ભારતીય રેલવેનુ ઉજ્જવળ ભવિષ્ય દેખાશે

ભોપાલમાં રાની કમલાપતિ રેલવે સ્ટેશનનુ પીએમ મોદીએ કર્યુ ઉદ્દઘાટન, કહ્યુ - જે પણ અહી આવશે તેને ભારતીય રેલવેનુ ઉજ્જવળ ભવિષ્ય દેખાશે
, સોમવાર, 15 નવેમ્બર 2021 (17:29 IST)
પીએમ મોદી (PM Modi) આજે મધ્યપ્રદેશ (Madhya Pradesh) પ્રવાસ પર આવ્યા છે. પીએમ મોદી જનજાતીય ગૌરવ દિવસ (Tribal Pride Day) પર આયોજીત સંમેલનમાં સંબોધિત કર્યુ. જન જાતીય ગૌરવ સંમેલન સમારોહના મંચ પર સીએમ શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivraj Singh Chauhan) એ પીએમ મોદીનુ સ્વાગત કર્યુ.  સીએમ શિવરાજ સિંહ ચૌહાણે પીએમ નરેન્દ્ર મોદીને તીર કમાન ભેટ આપીને તેમનુ સ્વાગત કર્યુ. આ સાથે પીએમ મોદીને અમૃત માટી કળશ પણ ભેટ અપાયો. 
 
પીએમ મોદીએ ભોપાલમાં 100 કરોડના રોકાણથી બનેલ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન(હબીબગંજ)નુ લોકાર્પણ કર્યુ. પીએમ મોદીએ કહ્યુ કે રાની કમલાપતિનુ નામ જોડાવવાથી ગોંડ ગૌરવ ભારતીય રેલવે સાથે જોડાયુ છે. આજનો દિવસ દેશ માટે ગૌરવપૂર્ણ ઈતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિવસ છે.  ભારતીય રેલનુ ભવિષ્ય કેટલુ આધુનિક છે. કેટલુ ઉજ્જવળ છે તેનુ પ્રતિબિંબ ભોપાલના આ ભવ્ય રેલવે સ્ટેશનમાં જે પણ આવશે તેને દેખાશે.  ભોપાલના આ ઐતિહાસિક રેલવે સ્ટેશનનુ ફક્ત કાયાકલ્પ જ નથી થયુ પણ ગિન્નૌરગઢની રાનીનુનામ જોડાવવાથી તેનુ મહત્વ વધી ગયુ છે. 
 
તેમણે કહ્યુ કે 6 વર્ષ પહેલા સુધી જેનો પણ ભારતીય રેલ સાથે સામનો કરવો પડતો હતો તે ભારતીય રેલને જ દોષ આપતા વધુ જોવા મળતા હતા. સ્ટેશન પર ગીર્દી, ગંદકી, ખાવ પીવાની અસુવિદ્યા. ટ્રેનમાં ગંદકી. સુરક્ષાની પણ ચિંતા રહેતી હતી. લોકો ચેન લઈને બેગમાં તાળુ લગાવતા હતા. દુર્ઘટનાનો પણ ભય રહેતો હતો. 
 
તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે રેલ્વે પ્રોજેક્ટ્સને ડ્રોઇંગ બોર્ડમાંથી જમીન પરથી ઉતરવામાં વર્ષો અને વર્ષો લાગતા હતા. જ્યારે મેં તાજેતરમાં સમીક્ષા કરી, ત્યારે એક પ્રોજેક્ટ 40 વર્ષથી કાગળ પર છે. હવે મારે આ કામ કરવું પડશે, હું કરીશ, હું તમને ખાતરી આપું છું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"હવસખોરોને લાગ્યું કે હું મરી ગઇ, એટલે ઢસડીને ઝાડીઓમાં લઇ ગયા, પથ્થર વાગતા ભાનમાં આવી અને બંને ભાગી છૂટ્યા'