Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Rajasthan: ઈયરફોન લગાવીને કામ કરવુ પડ્યુ મોંઘુ, લાઈટ આવતા થયો વિસ્ફોટ, કાર્ડિયક અરેસ્ટથી મોત

Rajasthan: ઈયરફોન લગાવીને કામ કરવુ પડ્યુ મોંઘુ, લાઈટ આવતા થયો વિસ્ફોટ, કાર્ડિયક અરેસ્ટથી મોત
, શનિવાર, 7 ઑગસ્ટ 2021 (17:32 IST)
રાજસ્થાન  (Rajasthan News)ના ચૌમૂંમાં એક ચેતાવનારી ઘટના બની છે. ચૌમૂ વિસ્તારના ઉદયપુરિયા ગામમાં એક યુવકના કાનમાં ઈયરફોન (Earphone burst) મા અચાનક ધમાકો થયો અને ફાટી ગયો. તેનાથી યુવકના બંને કાન જખ્મી થયા. ઉતાવળમાં ઘાયલ અવસ્થામાં તેને સિદ્ધિ વિનાયક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અહી સારવાર દરમિયાન યુવકનુ મોત થઈ ગયુ. 
 
મૃતકની ઓળખ ચૌમૂના ઉદયપુરિયા ગામ નિવાસી રાકેશ નાગર પુત્ર પ્રકાશ નાગરના રૂપમાં થઈ છે. ડોક્ટરોએ શબ પરિવારને સોંપી દીધી છે. ડો. એલ એન રૂંડલાએ જણાવ્યુ કે મૃતકે પોતાના કાનમાં ઈયરફોન લગાવી રાખ્યો હતો. અચાનક ધમાકા સાથે ઈયરફોન ફાડ્યો અને રાકેશ બેહોશ થઈને પડી ગયો. યુવકનુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયુ. 
 
કાર્ડિક અરેસ્ટથી થયુ મોત 
 
યુવકનુ મોત શક્યત: કાર્ડિક અરેસ્ટ થવાને કારણે થયુ છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ યુવકે પોતાના ઘરે ઈયરફોન લગાવીને લેપટોપ પર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનલ લાઈટ ગઈ અને જેવી લાઈટ પરત આવી. આ દરમિયાન યુવકના કાનમાં લગાવેલ ઈયરફોન તેજ ધમાકા સાથે ફાટી ગયો. જ્યા ઉતાવળમાં તેના પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા પણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનુ મોત થયુ. 
 
ખૂબ જૂનો હતો ઈયરફોન 
 
ઘટના સમયે યુવક રૂમમાં એકલો હતો. મા બહેન અને પરિવારના બધા લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા. ઘમાકાની તેજ અવાજ સાંભળીને બધા દોડ્યા. માહિતી મુજબ મૃતક જે ઈયરફોન અને કંપ્યૂટર વાપરતો હતો એ ખૂબ જૂના હતા. યુવક મોટેભાગે અભ્યાસ કરવા માટે કંપ્યૂટરનો ઉપયોગ કરતો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Johnson and Johnson કંપનીની Single Dose Vaccine ને ભારતમાં મળી મંજૂરે, સ્વાસ્થ્ય મંત્રીએ કર્યુ ટ્વિટ