ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં વાતાવરણ પલટાઈ રહ્યું છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં આજે એટલે કે રવિવારે વરસાદની આગાહી કરી છે.
હિમાચલ પ્રદેશમાં વાતાવરણ પલટાયું
તો હિમાચલ પ્રદેશમાં પણ હવામાન બદલાયું છે. રવિવારે રાજ્યના લાહૌલ સ્પિતિ સહિત તમામ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થવાની સંભાવના છે. હવામાનના બદલાયેલા સ્વરૂપને પગલે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થશે. જોકે શનિવારે સવારે તડકો છે, પરંતુ હવામાન વિભાગે શનિવારથી સોમવાર સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.