સમગ્ર સૌરાષ્ટ્રમાં આખરે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.મોરબીના ટંકારામાં માત્ર ત્રણથી ચાર કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડ્યો. ટંકારીના ડેમી નદી ઓવરફ્લો થઈ ગઈ. કોડીનારમાં આભ ફાટયું હોય તેમ ૨૪ કલાકમાં ૧૯ ઇંચથી જળબંબાકાર સર્જાયો હતો. જ્યારે ડોળાસા અને ટંકારા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ થી ૧૨ ઇંચ, મોરબી, ધ્રોલ, ઊના, ગીરગઢડા, સુત્રાપાડા, વાંકાનેર, હળવદ, કેશોદ, ગીરગઢડામાં પાંચથી ૬ ઇંચ શ્રાીકાર વરસાદથી નદી-નાળા છલકાઈ ઉઠયા છે.
પાટણના સિદ્ધપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સિદ્ધપુરમાં એક જ રાત્રી દરમિયાન 5 ઈંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ થઈ ગયું છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં દુકાનો તેમજ મકાનોમાં પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તરફ સિદ્ધપુર હાઈ-વે પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા
પાટણના સિધ્ધપુર શહેરમાં ધોધમાર વરસાદ
સિદ્વપુરમાં એક રાતમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો
સમગ્ર શહેર પાણીમાં તરબોળ
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
દુકાનો તેમજ ઘરોમાં પાણી ઘુસતા લોકોને હાલાંકી
સિદ્વપુર હાઇવે પર પાણી ભરાયા