Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Purvanchal Expressway Inauguration LIVE Updates : C-130 હરક્યુલિસ વિમાન દ્વારા પહોંચ્યા પીએમ મોદી, થોડી વારમં જ પૂર્વાચલ એક્સપ્રેસ વે નુ કરશે ઉદ્દઘાટન

Purvanchal Expressway Inauguration LIVE Updates : C-130 હરક્યુલિસ વિમાન દ્વારા પહોંચ્યા પીએમ મોદી, થોડી વારમં જ પૂર્વાચલ એક્સપ્રેસ વે નુ કરશે ઉદ્દઘાટન
, મંગળવાર, 16 નવેમ્બર 2021 (13:49 IST)
Expressway Inauguration
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુલ્તાનપુરના પૂર્વાચલ એક્સપ્રેસ વે નુ લોકાર્પણ કરશે. અધિકારીઓ મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ હરક્યુલિસ વિમાનમાથી ઉતરશે. અહી તેમની જનસભા માટે મોટો પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ કે પૂર્વાચલ એક્સપ્રેસના લોકાર્પણના અવસર પર મોદીના આવવાની તૈયારીઓ થઈ ચુકી છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકાપ્રણની તૈયારીઓને લઈને 12 નવેમ્બરના રોજ સુલ્તાનપુર આવીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. 
 
પૂર્વાચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશ સરકારની મહત્વાકાંક્ષી યોજના છે. લખનૌથી ગાજીપુરને જોડનારી લગભગ 341 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસવે ઉત્તર પ્રદેશનો સૌથી મોટો એક્સપ્રેસ વે છે. તેનુ નિર્માણ લગભગ 22500 હજાર કરોડ રૂપિયાના રોકાણ દ્વારા કરવામાં આવ્યો છે.  પીએમ મોદીએ જુલાઈ 2018માં તેની આધારશિલા મુકી હતી. 


સીએમ  યોગીએ કર્યુ પીએમનુ સ્વાગત, કહ્યુ પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસને મળશે નવી ગતિ 
પીએમ મોદીનુ સ્વાગત કરતા યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ કે પૂર્વાચલ એક્સપ્રેસ અવરજવર ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશના વિકાસ ને નવી ગતિ આપશે. ગંગા એક્સપ્રેસ વે નુ કામ પણ ઝડપથી ચાલી રહ્યુ છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાંધીના ગુજરાતમાં હિંદુસ સેનાએ લગાવેલી ગોડસેની મૂર્તિને કોંગ્રેસીઓએ તોડી નાખી