Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પુણેના Fort પર શોર્ટ્સ પહેરવા બદલ પર્યટકોને માર્યા થપ્પડ, 8 પર કેસ

Pune Fort Assault
Pune Fort Assault
પુણે ગ્રામીણ પોલીસે મંગળવારે જણાવ્યુ કે પુણે પાસે ઐતિહાસિક સિંહગઢ કિલ્લામા રવિવારે બપોરે એક દક્ષિણપંથી સંગઠનના સભ્યો દ્વારા શોર્ટ્સ અને સ્લીવલેસ કપડા પહેરવા પર ઓછામા ઓછા ચાર પર્યટકો ( જેમા એક મહિલાનો પણ સમાવેશ) ની સાથે કથિત રૂપે મારપીટ કરવામાં આવી.   પોલીસે મારપીટ અને બબાલ કરવાના આરોપમાં સમસ્ત હિન્દુ બાંઘવ સેના નામના સંગઠનના આઠ સભ્યો વિરુદ્ધ કેસ નોંઘવામાં આવ્યો છે. 


 
એક્સપ્રેસ ન્યૂઝ સર્વિસ અનુસાર, રવિવારે બપોરે 2 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે શ્રેણીબદ્ધ હુમલાઓ થયા, જેમાં મુલાકાતીઓના ચાર અલગ અલગ જૂથોને નિશાન બનાવવામાં આવ્યા. પુણેની એક ખાનગી કંપનીમાં 39 વર્ષીય સિનિયર મેનેજર ફરિયાદી પોતાના પરિવાર અને મિત્રો સાથે કિલ્લાની મુલાકાતે ગયા હતા. છત્રપતિ શિવાજી મહારાજના લશ્કરી કમાન્ડર તાનાજી માલુસારેના સ્મારકની મુલાકાત લઈને પરત ફરતા હતા, ત્યારે પુરુષો અને સ્ત્રીઓના એક જૂથે તેમને રોક્યા અને તેમના પોશાક પર સવાલ ઉઠાવ્યા.
 
ફરિયાદ કરનારે પોતાની ફરિયાદમાં જણાવ્યુ, તેમને પુછ્યુ તમે શોર્ટ્સ કેમ પહેર્યા છે ?  ગ્રુપના ત્રણ પુરૂષોએ તેમને થપ્પડ માર્યા. જ્યારે કે એક મહિલાએ તેમની પત્નીને ઢસડી . ફરિયાદ કરનારે જણવ્યુ તેઓ બૂમો પાડતા રહ્યા. શુ તમને હિન્દુ સંસ્કૃતિ સમજમાં નથી આવતી ?  
 
 
પોલીસ સ્ટેશનમાં, ફરિયાદીને જાણવા મળ્યું કે એક મહિલા સહિત વિવિધ જૂથોના ત્રણ અન્ય પ્રવાસીઓને પણ આ જ હુમલાખોરોએ કથિત રીતે થપ્પડ મારી હતી અને પ્લાસ્ટિકના સળિયાથી માર માર્યો હતો.
 
પોલીસે જે આઠ આરોપીઓ સામે કેસ નોંધ્યો છે તેમની ઓળખ સંકેત સંજય પાટિલ, આશિષ દિલીપ ઉપાર, રેવન નારાયણ કોકાટે, સયાલી સુજીત ચવ્હાણ, કેતકી સૂરજ જાધવ, અમર રામચંદ્ર શિર્કે, કુણાલ કિસન નલાવડે અને આર્ય પ્રવીણ કવડે તરીકે થઈ છે.

 
આ વર્ષની શરૂઆતમાં, કેટલાક લોકોએ સિંહગઢ કિલ્લાના પ્રવેશદ્વાર પર એક પોસ્ટર લગાવ્યું હતું જેમાં લખ્યું હતું કે, "કિલ્લો હિન્દુઓનો છે અને મુસ્લિમોને મંજૂરી નથી."

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મુંબઈમાં ટ્રાન્સજેન્ડર પુરુષના વેશમાં એક વ્યક્તિએ એક એર હોસ્ટેસ પર બળાત્કાર કર્યો