Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Prithviraj: ‘પૃથ્વીરાજ’ ની સ્ક્રીનિંગમાં સામેલ થશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, રજુ થતા પહેલા જોશે ફિલ્મ

Prithviraj: ‘પૃથ્વીરાજ’ ની સ્ક્રીનિંગ
, બુધવાર, 25 મે 2022 (17:25 IST)
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ પૃથ્વીરાજને લઈને ચર્ચામાં છે. અભિનેતાની ફિલ્મ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ આવતા મહિને સિનેમાઘરોમાં આવવાની તૈયારીમાં છે. હાલમાં જ આ ફિલ્મ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની આ આગામી ઐતિહાસિક ડ્રામા ફિલ્મ જોશે. ગૃહમંત્રી અમિતા શાહ માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવશે. આ વાતની માહિતી ફિલ્મના ડિરેક્ટર ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી આપી હતી. ગૃહમંત્રી પહેલી જૂનના રોજ ફિલ્મ જોશે.
 
ડિરેક્ટરે કહ્યું હતું કે ગૃહમંત્રી ફિલ્મ રિલીઝ થાય તેના બે દિવસ પહેલાં ફિલ્મ જોશે. તેમણે કહ્યું કે, આ અમારા માટે સન્માનની વાત છે કે દેશના માનનીય ગૃહમંત્રી અમિત શાહ ભારત માતાના સૌથી બહાદુર પુત્રો પૈકીના એક, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ, જેમણે દેશ માટે પોતાનું બલિદાન આપ્યું હતું, તેમના ગૌરવપૂર્ણ જીવન પર આધારિત આ ફિલ્મના સાક્ષી બનવા જઈ રહ્યા છે. જોકે, તેમણે સ્ક્રીનિંગ અંગેની અન્ય કોઈ માહિતી આપી નહોતી. પૃથ્વીરાજ ચૌહાણના જીવન પર આધારિત આ ફિલ્મમાં અક્ષય કુમારે લીડ રોલ પ્લે કર્યો છે. પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મમાં સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, સાક્ષી તન્વર તથા માનવ વિજ પણ છે. ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડિરેક્ટ કરી છે અને યશરાજે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મ તમિળ, તેલુગુ તથા હિંદીમાં રિલીઝ થશે.
 
ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં વિવાદમાં ફસાઈ છે. કરણી સેનાએ ફિલ્મનું ટાઇટલ બદલવાની માગ કરી છે. અખિલ ભારતીય વીર ગુર્જર મહાસભાએ કહ્યું હતું કે પૃથ્વીરાજ ગુર્જર હતાં અને ફિલ્મમાં તેમને એ જ રીતે બતાવવાના હતા. જો આમ નથી તો તેઓ ફિલ્મ રિલીઝ થવા દેશે નહીં
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં ડોક્ટર પિતાએ આઈફોન ન અપાવ્યો તો દીકરીએ ચાલુ પંખામાં હાથ નાખ્યો