Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Praveen Nettaru Murder: બીજેપી યુવા મોરચાના નેતાની નિર્દયાથી હત્યા, હિન્દુ સંગઠનો વચ્ચે આક્રોશ, CM એ આપ્યુ આ નિવેદન

Praveen Nettaru Murder: બીજેપી યુવા મોરચાના નેતાની નિર્દયાથી હત્યા, હિન્દુ સંગઠનો વચ્ચે આક્રોશ, CM  એ આપ્યુ આ નિવેદન
, બુધવાર, 27 જુલાઈ 2022 (11:55 IST)
કર્ણાટકના બેલ્લારીમાં બીજેપીના યુવા નેતાની બેરહમીથી હત્યા કરવામાં આવી છે. પોલીસે માહિતી આપી છે કે બીજેપી યુવા મોરચાના પદાધિકારી પ્રવીણ નેતારુ બેલ્લારીમાં એક પોલ્ટ્રીની દુકાન ચલાવતા હતા. તેઓ રાત્રે જ્યારે દુકાન બંધ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી બાઈક પર આવેલા હુમલાવરોએ તેમના પર કુહાડીથી હુમલો કર્યો હતો. જો કે પોલીસને હજુ સુધી હત્યાનુ કારણ જાણ થઈ નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ છે અને કહ્યુ છે કે હત્યારાઓની જલ્દી ધરપકડ કરવામાં આવશે. 
 
બીજી બાજુ પટ્ટરના સરકારી હોસ્પિટલમાં પ્રવીણનુ શબ મુકવામાં આવ્યુ છે. આવામાં કોઈપણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે હોસ્પિટલની આસપાસ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે. વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ બળ ગોઠવવામાં આવ્યુ છે. બીજી બાજુ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બીજેપી યુવા મોરચાના નેતાની હત્યાના મામલે દુ:ખ વ્યક્ત કર્યુ છે. 
 
CM બોમ્મઈએ કહ્યુ - હત્યારાઓને સખત સજા થશે 
 
સીએમ બોમ્માઈએ કહ્યું, 'દક્ષિણ કન્નડ જિલ્લા સુલ્યાના બીજેપી કાર્યકર પ્રવીણ નેતારુની ઘાતકી હત્યા નિંદનીય છે. આ ઘટનાને અંજામ આપનારા હત્યારાઓને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે. તેમને કાયદા હેઠળ કડક સજા કરવામાં આવશે. પ્રવીણના આત્માને શાંતિ મળે, ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ:.આ હત્યાને લઈને ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના સાંસદ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું છે કે પ્રાથમિક અહેવાલો અને મીડિયા અહેવાલો દર્શાવે છે કે આ હત્યાની ઘટનામાં SDPI અને PFI વચ્ચે સાંઠગાંઠ છે. કેરળમાં આ સંસ્થાઓનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ કર્ણાટકમાં તેમનો પ્રચાર કરી રહી છે. કર્ણાટકમાં અમારી સરકાર કાર્યવાહી કરશે અને આરોપીઓની ધરપકડ કરશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વલસાડમાં PSI, 3 કોન્ટેબલ સહિત 19 વ્યક્તિઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા