Publish Date: Thu, 14 May 2026 (10:38 IST)
Updated Date: Thu, 14 May 2026 (10:59 IST)
મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવની ડેડ બોડીનુ પોસ્ટમોર્ટમ થઈ ચુક્યુ છે. 6 ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ કર્યુ છે અને વિસરા સુરક્ષિત મુક્યો છે. પોલીસે પ્રતીકના ફોનને પોતાના કબજામાં લઈ લીધો છે. જે સમયે પ્રતિકને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી રહ્યો હતો એ સમયે પ્રતીકના નખ ભૂરા પડી ગયા હતા.
આ દરમિયાન, સપાના ધારાસભ્ય રવિદાસ મેહરોત્રાએ પ્રતીક યાદવના મૃત્યુ અંગે ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું, "જે દિવસે અપર્ણા યાદવની હાજરીમાં સપાનો ધ્વજ સળગાવવામાં આવ્યો તે દિવસે પ્રતિક આઘાતમાં હતો. પ્રતિક યાદવના મૃત્યુની તપાસ થવી જોઈએ."
મહિલા અનામત પર સપાનો ધ્વજ સળગાવવામાં આવ્યો
નોંધનીય છે કે પ્રતિકની પત્ની અપર્ણા યાદવે લખનૌમાં મહિલા અનામત પર વિપક્ષી પક્ષોના વલણનો વિરોધ કરતી વખતે સમાજવાદી પક્ષ અને કોંગ્રેસના ધ્વજ સળગાવ્યા હતા. અપર્ણાએ પોતાનો વિરોધ વ્યક્ત કરતાં તેમના પર મહિલા વિરોધી હોવાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી મામલો ગરમાયો હતો. સપા અને કોંગ્રેસની આકરી ટીકા કરતા અપર્ણાએ કહ્યું કે આ બધા વિધર્મીઓના ધ્વજ સળગાવવામાં આવશે અને આ પક્ષોનો પણ નાશ કરવામાં આવશે.
રાત્રે 3 વાગે હેલ્પર પાસેથી પગમાં તેલ માલિશ કરાવડાવી, 4 વાગે રસોડામાં બેહોશ મળ્યા
પ્રતિક યાદવનું મોત કેવી રીતે થયું, અને શું કોઈ ફોલ પ્લે છે ? આ બધું પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ પછી બહાર આવશે, પરંતુ અત્યાર સુધી બહાર આવેલા તથ્યો અનુસાર, ગઈકાલે રાત્રે લગભગ 3 વાગ્યે, પ્રતિક યાદવના એક હેલ્પરે તેમના પગમાં તેલ લગાવ્યું હતું. ત્યારબાદ તે સવારે 4 વાગ્યાની આસપાસ રસોડામાં બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ ઘરે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા હતા. સવારે લગભગ 6 વાગ્યે, અપર્ણા યાદવના ભાઈ તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને "બ્રોટ ડેડ" જાહેર કર્યો.
3-4 વર્ષથી ડિપ્રેશનની ચાલી રહી હતી સારવાર
સૂત્રોના જણાવ્યા અનુસાર, 38 વર્ષીય પ્રતીક યાદવ ત્રણથી ચાર વર્ષથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યા હતા. તેમની પત્ની, અપર્ણા યાદવના પરિવારે પણ પ્રતીકના મોત અંગે મહત્વપૂર્ણ માહિતી શેર કરી હતી. અપર્ણાના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે પ્રતીક યાદવ એ રાત્રે તેમના રૂમમાં હતા ત્યારે તેમણે પાણીનો ગ્લાસ પડી ગયો, અને અવાજ સાંભળીને એટેન્ડન્ટ અંદર આવ્યો. પ્રતીકે તેને પગમાં તેલ લગાવવા માટે કહ્યું. પ્રતીકની તબિયત બગડવા લાગી, અને ઘરે ડૉક્ટરને બોલાવવામાં આવ્યા, અને પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
અખિલેશે શુ કહ્યુ ?
પ્રતીકના મોતના સમાચાર મળતાં જ તેમના મોટા ભાઈ અખિલેશ યાદવ પોસ્ટમોર્ટમ ગૃહમાં પહોંચ્યા. તેમણે કહ્યું કે તેઓ લગભગ બે મહિના પહેલા પ્રતીકને મળ્યા હતા. તેમણે તેમને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અને તેમનો વ્યવસાય ચાલુ રાખવાની સલાહ આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે ક્યારેક લોકો વ્યવસાયમાં થયેલા નુકસાનને કારણે ખૂબ જ દુઃખી થઈ જાય છે.
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે....
વધુ વાંચો