દિલ્હીમાં આમ આદમી પાર્ટી ઓફિસની બહાર કુમાર વિશ્વાસ વિરુદ્ધ પોસ્ટર લગાવેલ છે. જેમા કુમાર વિશ્વાસ ગદ્દાર, ધોખેબાજ બતાવીને પાર્ટીમાંથી કાઢવાની માંગ કરવામાં આવી છે. પોસ્ટરમાં લખ્યુ છે 'ભાજપા કા યાર હૈ કવિ નહી ગદ્દાર હૈ.. એસે ધોખેબાજો કે બાહર કરો...બાહર કરો' સાથે જ તેમા કુમાર વિશ્વાસનું કાળુ સત્ય બતાવાઅ માટે ભાઈ દિલીપ પાંડેયનો આભાર પણ વ્યક્ત કર્યો છે. જો કે આ પોસ્ટર કોણે રજુ કર્યુ છે તેની કોઈ માહિતી નથી. ઉલ્લેખનીય છે કે આજકાલ આપ નેતા કુમાર વિશ્વાસ અને પાર્ટી નેતાઓ વચ્ચે નારાજગીના સમાચાર છે. તાજેતરમાં જ પાર્ટી નેતા દિલીપ પાંડેયએ કુમાર વિશ્વાસના એ નિવેદન પર સાર્વજનિક રૂપે સ્પષ્ટતા માંગી હતી જેમા તેમણે કહ્યુ હતુ કે અમે રાજસ્થાનમાં વસુંધરા રાજે પર વ્યક્તિગત હુમલો નહી કરીએ અને તેમની સરકાર પર કરીશુ. તેના પર દિલીપ પાંડેયએ ટ્વીટ કરીને પૂછ્યુ હતુ 'ભાઈ તમે કોંગ્રેસીઓને તો ખૂબ ગાળો આપો છો અને કહો છો કે રાજસ્થાનમાં વસુંધરા વિરુદ્ધ નહી બોલો ? આવુ કેમ ?
એવુ માનવામાં આવી રહ્યુ છે કે આ પ્રકારના પોસ્ટર પાછળ કોઈનુ ષડયંત્ર કે શરારત હોઈ શકે છે. કારણ કે પાર્ટીની અંદર નારાજગી પોતાના સ્થાન પર છે પણ આજ સુધી કોઈ નેતા ઓફ ધ રેકોર્ડ પણ કુમાર વિશ્વાસ વિશે આવી વાતો કરતુ નથી જેવુ આ પોસ્ટરમાં લખ્યુ છે.