Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Video - ટિકિટ વગર મુસાફરી કરી રહેલા લોકોને ચાલુ ટ્રેનમાં પોલીસ મારી રહી હતી લાત, ક્રૂરતાનો વીડિયો થયો વાયરલ

Video - ટિકિટ વગર મુસાફરી કરી રહેલા લોકોને ચાલુ ટ્રેનમાં પોલીસ મારી રહી હતી લાત, ક્રૂરતાનો વીડિયો થયો વાયરલ
, મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (12:00 IST)
પ્રતિનિયુક્તિ પર ગોઠવાયેલ કેરલ પોલીસના એક કર્મચારીનો વીડિયો વાયરલ થયો છે. જેમા ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિને વારંવાર લાતથી મારતો દેખાય રહ્યો છે. વીડિયો વાયરલ થયાબાદ રાજ્ય પોલીસની ઘણી આલોચના થઈ રહી છે. એક મુસાફર દ્વારા બતાવેલ લગભગ 20 સેકંડના આ વીડિયોમાં ટ્રેનના ડબ્બામાં દરવાજાની પાસે નીચે બેસેલા એક વ્યક્તિને પોલીસ કર્મચારી વારેઘડી લાત માર્યા પછી ઘૂંટણને બળે બેસેલો જોઈ શકાય છે. આ ઘટના રવિવારે માવેલી એક્સપ્રેસ ટ્રેનની છે. 
 
વીડિયોમાં જોવા મળી રહ્યુ છે કે પોલીસ કર્મચારી એએસઆઈ છે. બીજી બાજુ એક અન્ય પોલીસ કર્મચારી કન્નુરથી ટ્રેનમાં સવાર થયો અને મુસાફરોની ટિકિટ તપાસવા લાગ્યો. પીડિતને તેમણે ટિકિટ નહી હોવાની શંકામાં મારી અને પોલીસનો દાવો છે કે તે દારૂના નશામાં હતો. તેને વડાકરામાં ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યો. કન્નૂરના પોલીસ અધીક્ષક પી. એલનગોવને સોમવારે મીડિયાને બતાવ્યુ કે વિશેષ શાખાના એએસપીથી આ મામલા પર રિપોર્ટ માંગવામાં આવી છે. 

 
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કેરલ પોલીસની ટીમે નવા વર્ષના ઉત્સવ માટે એક વિદેશી નાગરિકને તેના દ્વારા સરકારી દારૂની દુકાનમાંથી ખરીદવામાં આવેલી દારૂની બોટલો ખાલી કરવા મજબૂર કર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ ગયો હતો. વિદેશી નાગરિક સાથે જોડાયેલ આ મામલામાં રાજ્ય સરકારે શનિવારે એક પોલીસ કર્મચારીને બહાર કરવામાં આવ્યા છે. 

 
કર્મચારીઓની સમયસૂચકતાથી ટળી ટ્રેન દુર્ઘટના, મળ્યો ડીઆરએમ એવોર્ડ 
 
બીજી બાજુ બિહારના સમસ્તીપુરમાં પાયલોટ અને ટ્રેક મૈનની સમયસૂચકતાને કારણે એક મોટી રેલ દુર્ઘટના ટળી  ગઈ છે.  જેના કારણે લોકો પાયલોટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને ટ્રેક મેનને રોકડ રકમ આપીને ડીઆરએમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રેલ્વે ડિવિઝનલ હેડક્વાર્ટર ખાતે, DRM આલોક અગ્રવાલે લોકો પાઇલટ આલોક કુમાર પટેલ અને સહાયક લોકો પાઇલટ આલોક કુમાર II અને નરકટિયાગંજના ટ્રેક મેન્ટર, રમેશ પાસવાનને પ્રશસ્તિપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યા. બંને લોકો પાઈલટ મુઝફ્ફરપુર ક્રૂમાં કામ કરી રહ્યા છે, જ્યારે ટ્રેક મેન્ટર્સ નરકટિયાગંજમાં કામ કરી રહ્યા છે.
 
12 ડિસેમ્બર 2021ના રોજ રામગઢવા-સુગૌલીની વચ્ચે ટ્રેન નંબર-05262 ડાઉનને લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન એ લોકો પાયલોટ અને સહાયક લોકો પાયલટ દ્વારા જોવામા આવ્યુ કે ટ્રેકને કિનારે શેરડીથી ભરેલુ એક ટ્રેક્ટર ટ્રોલી પલટાઈ ગઈ છે. જે ટ્રેકને ઈનફ્રીજ કરી રહી છે. આ જોતા જ ઈમરજેંસી બ્રેક લગાવીને ટ્રેનને રોકવામાં આવી અને દુર્ઘટના થતા બચાવી લેવામાં આવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

e-Shram card: - શું પીએમ ધારક પણ બનાવી શકે છે તેમનો e-Shram card: જાણો કોણ- કોણ કરી શકે છે તેમાં આવેદાન