રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના અવસર પર ગુરૂવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિજ્ઞાન અને પ્રોદ્યોગિકીના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારા વૈજ્ઞાનિકોને શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર પ્રદાન કરવા પહોંચ્યા. નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ. આ અવસર પર પ્રધાનમંત્રી મોદીએ પોતાના ભાષણમાં કહ્યુ, તમે લેબોરેટરીમાં જીવન વિતાવનારા લોકો છો. પહેલા એક પાયલટ પ્રોજેક્ટ થાય છે. પ્રોજેક્ટ થયા પછી સ્કેલ અપ કરવામાં આવે છે.. તો હાલ તાજેતરમાં જ એક પાયલટ પ્રોજેક્ટ થઈ ગયો."
પ્રધાનમંત્રી મોદીની આ વાત પર ત્યા હાજર વૈજ્ઞાનિકોએ જોરદાર તાળીઓથી સ્વાગત કર્યુ. તાળીઓ વચ્ચે જ પીએમ મોદીએ કહ્યુ કે પહેલા તો પ્રેકટિસ હતી હવે રિયલ કરવાનુ છે.
જો કે પ્રધાનમંત્રી મોદીએ કોઈનુ નામ નથી લીધુ નએ ન તો કોઈ ઘટનાનો ઉલ્લેખ કર્યો. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તનાવને જોતા માનવામાં આવી રહ્યુ છે કે પ્રધાનમંત્રીએ આ વાત પાકિસ્તાનના સંદર્ભમાં કરી.