પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જર્મની, સ્પેન, રશિયા અને ફ્રાન્સના પ્રવાસ પર રવાના થશે. પ્રવાસનો ઉદ્દેશ આ દેશો સાથે આર્થિક સંબંધો વધારવાનો છે જેથી વધુમાં વધુ રોકાણ મેળવી શકાય. મોદી પોતાના છ દિવસની પ્રવાસના પ્રથમ તબક્કામાં જર્મની જશે જ્યાં તે ભારત-જર્મની અંતર-સરકારી વિમર્શ (આઈજીસી) અંતર્ગત ચાન્સલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત કરશે. દે જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેક વોલ્ટર સ્ટીનમીયર સાથે પણ મુલાકાત કરશે.
મોદી આજે અને કાલે જર્મનીમાં રહેશે ત્યાંથી તેઓ સ્પેન જશે અને તા. 1 અને 2 જુનના રોજ રૂસમાં રહેશે. 2જી રાત્રીએ ફ્રાન્સ પહોંચશે. ફ્રાન્સના નવા રાષ્ટ્રપતિ મેક્રોના મોદી પહેલા મહેમાન બનશે. આ મુલાકાત બાદ મોદી કઝાકિસ્તાનમાં સાંઘાઇ સહયોગ સંગઠનની મીટીંગમાં પણ સામેલ થશે ત્યાં તેઓ ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગને પણ મળશે.
30 મેની સાંજ સુધી મોદી સ્પેન પહોંચી જશે. અહીં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે મુલાકાત કરશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને એનર્જી સેક્ટર વિશે પણ સ્પેનમાં પ્રેસિડન્ટ મારિયાનો રાજોય સાથે વાત થઈ શકે છે. સ્પેનમાં મોદી કિંમગ ફેલિફ સાથે પણ મુલાકાત કરશે. તે સિવાય દેશમાં વિદેશી રોકાણ લાવવા માટે બિઝનેસ લિડર્સ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચા પણ કરશે.