Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PM મોદીએ વિરાટનુ ફિટનેસ ચેંલેંજ કર્યુ પુરૂ, જુઓ Video

PM મોદી
, બુધવાર, 13 જૂન 2018 (11:01 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલીનુ ફિટનેસ ચેલેંજ પુરૂ કર્યુ છે. પીએમે બુધવારે પોતાના ટ્વિટર એકાઉંટ પર ફિટનેસનો એક વીડિયો રજુ કર્યો છે. જેમા તે અનેક પ્રકારના યોગા કરતા દેખાય રહ્યા છે. પીએમ મોદીએ આ સાથે જ કર્ણાટકના નવા મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી અને ખેલાડી મનિકા બત્રાને ફિટનેસ ચેંલેજ આપ્યો છે. મોદીએ કોહલીનો ફિટનેસ ચેંલેંજ સ્વીકાર કરતા કહ્યુ હતુ કે હુ જલ્દી જ મારો ફિટનેસ વીડિયો રજુ કરીશ. 
વડાપ્રધાન મોદીએ જે વીડિયો શેયર કર્યો છે તેમા તેઓ પાર્કમાં અલગ-અલગ પ્રકારનો અભ્યાસ કરી રહ્યા છે. વડાપ્રધાને લખ્યું કે હું મારી મૉર્નિંગ એક્સરસાઇઝનો વીડિયો રજૂ કરી રહ્યો છું. યોગથી અલગ હું પ્રકૃતિથી જોડાયેલ પંચતત્વથી પણ પ્રભાવિત છું. આ ખૂબ જ રિફ્રેશ ફીલ કરાવે છે.
PM મોદી
ઉલ્લેખનીય છે કે ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ખેલમંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડની ‘ફિટનેસ ચેલેન્જ’ સ્વીકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને પોતાની પત્ની અનુષ્કા શર્માને ટેગ કરતાં તેમને પડકાર્યા હતા. અનુષ્કા શર્મા પહેલાં જ કોહલીની આ ચેલેન્જ પૂરી કરી ચૂકી છે.




 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

યૂપી : મૈનપુરીમાં ટુરિસ્ટ બસ અનિયંત્રિત થઈને પલટી, 17 લોકોનું દર્દનાક મોત