5 દિવસના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં શામેલ થવાની સાથે સાથે સતત મોટી દ્વિપક્ષીય બેઠકો કરવાના છે. આ બેઠકોમાં યુરોપીય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલ, યુરોપીય આયોગની મહિલા અધ્યક્ષ ઉર્સુલા વાન ડેર લેયેન, ઈટલીના પ્રધાનમંત્રી મારિયો ડ્રેગી, પોપ ફ્રાન્સિસ, કાર્ડિનલ સચિવ પૈટ્રો પરોલીન, ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને સિંગાપુરના પીએમ લી સીન લૂંગ શામેલ છે.