Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

PM Modi રશિયા જવા રવાના, BRICSમાં દેખાશે મોદીની શક્તિ

modi on russia tour
, મંગળવાર, 22 ઑક્ટોબર 2024 (10:03 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે 22 ઓક્ટોબર, મંગળવારના રોજ બે દિવસની મુલાકાતે રશિયા જવા રવાના થયા છે.
 
તેઓ રશિયાના કઝાન શહેર પહોંચ્યાના બે કલાક બાદ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.
 
જુલાઈ 2024 માં, પીએમ મોદી રશિયાની સત્તાવાર મુલાકાતે હતા જ્યાં તેમણે પુતિન સાથે ભારત-રશિયા વાર્ષિક બેઠકની અધ્યક્ષતા કરી હતી
 
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ઍક્સ પર આ વિશે માહિતી આપી.
 
આ બ્રિક્સનું 16મું સંમેલન છે.
તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં બ્રિક્સના મહત્ત્વ વિશે લખ્યું અને કહ્યું કે તેઓ આ સંમેલનમાં કેટલાક વ્યાપક મુદ્દે ચર્ચા કરશે. તેમણે લખ્યું કે તેઓ આ સંમેલનમાં અનેક નેતાઓને મળશે.
 
મોદી આની પહેલાં 8 અને 9 જુલાઈના રશિયા ગયા હતા. એટલે આ વર્ષે વડા પ્રધાન મોદી બીજી વખત રશિયા ગયા છે.
 
વડા પ્રધાન મોદી રશિયા ગયા એ પહેલાં ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ ત્યાં સોમવારે એક પ્રેસવાર્તામાં પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે એલએસી પર સૈનિકોના પેટ્રોલિંગ મુદ્દે એક સમજૂતી પર પહોંચી ગયા છે.
 
બ્રિક્સ વિકાસશીલ અર્થતંત્રવાળા દેશોનું એક જૂથ છે. બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા સામેલ છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Jharkhand Assembly Election 2024:- કોંગ્રેસે મધરાતે જાહેર કર્યું 21 ઉમેદવારોની યાદી, જાણો કોને મળી ટિકિટ