Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

મજૂરોથી ભરેલી ટ્રેન પર હુમલાની યોજના બનાવી રહ્યુ છે પાકિસ્તાન, બધા સ્ટેશનો પર એલર્ટ

મજૂરોથી ભરેલી ટ્રેન પર હુમલાની યોજના બનાવી રહ્યુ છે પાકિસ્તાન, બધા સ્ટેશનો પર એલર્ટ
પટના. , મંગળવાર, 13 જુલાઈ 2021 (21:06 IST)
પાકિસ્તાન પર એકવાર ફરી ભારતમાં મોટો આતંકી હુમલો કરવાની ઘટનાને અંજામ આપવાની કોશિશમાં લાગ્યુ છે. પાકિસ્તાની ગુપ્ત એજંસે ઈંટર સર્વિસ ઈંટેલિજેંસ (આઈએસઆઈ)ના નિશાના પર બિહાર અને ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન છે.  યૂપી બિહારની ટ્રેનને ખાસ કરીને એટલા માટે નિશાન બનાવવાને લઈને ષડયંત્ર રચવામાં આવ્યુ છે કારણ કે પંજાબથી મોટી સંખ્યામાં યૂપી-બિહારના મજૂર આવે છે. આઈએસઆઈની પ્લાનિંગ છે કે અઅવી જ ટ્રેનોને નિશાન બનાવાય જેથી વધુથી વધુ લોકોનુ ટ્રેન બ્લાસ્ટમાં મોત થાય અને લૉ એંડ ઓર્ડર બગડી જાય. 
 
ઈંટેલીજેંસ એજંસીઓએ ગુપ્ત માહિતીના આધાર પર જણાવ્યુ છે કે આઈએસઆઈના એક ઓપરેટિવે એક આતંકવાદીને એ ટ્રેનોને નિશાન બનાવવા માટે કહ્યુ છે જેમા ઉત્તરપ્રદેશ અને બિહારના મજૂરો મુસાફરી કરે છે  તેને લઈને સંબંધિત એજંસીઓને એલર્ટ પણ કરવામાં આવ્યુ છે. 
 
આ વાતનો ખુલાસો ત્યારે થયો, જયારે બિહાર રેલ પોલીસનો એક વિભાગીય પત્ર ઈંડિયા ટીવીના હાથ લાગ્યો. બિહાર રેલ પોલીસના પત્ર મુજબ, પાકિસ્તાનની આઈએસઆઈએ પંજાબમાં પોતાના સ્લીપર સેલને ટાઈમર સાથે એક બોમ્બ આપવાની રજૂઆત કરી છે. 
 
આ પત્રને બિહાર રેલ્વે પોલીસ હેડક્વાર્ટરે તમામ રેલ્વે એસપી, એસડીપીઓ, એસએચઓ અને આઉટપોસ્ટ ઇન્ચાર્જને આપવામાં આવ્યો છે. દરેકને ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે. રેલ્વે પોલીસ હેડ કવાર્ટર દ્વારા રજુ કરાયેલા આદેશ પછી ડૉગ અને બોમ્બ સ્કવાયડની મદદથી સ્ટેશનની અંદર અને બહાર બંને બાજુ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. મુસાફરોના સામાનની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. સીસીટીવી અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા સર્વત્ર નજર રાખવામાં આવી રહી છે. ચાલતી ટ્રેનોની અંદર પણ સિવિલ ડ્રેસમાં રેલ્વે પોલીસ ગોઠવવામાં આવ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Terror In Train- આતંકની છાયામાં ભારતીય રેલ્વે, હવે ચારબાગને બમથી ઉડાવવાની ધમકી આપી