CBSE Board Exam 2024- સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની CBSE 10મા અને 12માની બોર્ડની પરીક્ષાઓ વચ્ચે એક મોટા સમાચાર આવી રહ્યા છે. એટલે કે CBSE ઓપન બુક પરીક્ષાના કોન્સેપ્ટ પર વિચાર કરી રહી છે.
ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ, CBSE ગત વર્ષે બહાર પાડવામાં આવેલા નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક (NCF)માં ઉલ્લેખિત ભલામણોને અનુરૂપ, ધોરણ 9 થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે ઓપન બુક એક્ઝામિનેશન (OBE) પર વિચાર કરી રહી છે. બોર્ડ વર્ષ પછી તેની પસંદગીની શાળાઓમાં ઓપન-બુક ટેસ્ટની ટ્રાયલ હાથ ધરવાની યોજના ધરાવે છે
ઓપન બુક પરીક્ષા શું છે? Open Book Exams
ઓપન બુક એક્ઝામ એ એક એવી પરીક્ષા છે જેમાં બાળકોએ પુસ્તકો ખોલીને પરીક્ષા આપવાની હોય છે, પુસ્તકો બંધ રાખીને નહીં. ઓપન-બુક પરીક્ષાઓમાં, વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન તેમની નોંધો, પાઠ્યપુસ્તકો અથવા અન્ય અભ્યાસ સામગ્રી સાથે લઈ જવા અને તેનો સંદર્ભ લેવાની મંજૂરી આપવામાં આવશે.