suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોએડા હિંસા મામલો, તપાસમાં ચોંકાવનારો ખુલાસો, QR કોડ દ્વારા વ્હાટ્સએપ ગ્રુપમાં જોડાયા પ્રદર્શનકારી

noida violance
noida violance
નોએડામાં શ્રમિકોના પ્રદર્શને જ્યારે ઉગ્ર સ્વરૂપ લીધુ એ દરમિયાન એક વધુ ફેક્ટરીના સીસીટીવી સામે અવ્યા છે. જેમા દેખાય રહ્યુ છે કે એક ફેક્ટરીનો દરવાજો તોડીને લોકો  અંદર દાખલ થાય છે અને ખૂબ બબાલ કરે છે.   સીસીટીવી ફૂટેજમાં ફેક્ટરી કામદારોનો ઓડિયો પણ કેદ થયો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તેઓ કોઈ પણ ફેક્ટરી કામદાર નથી, પરંતુ બહારના છે. આ સીસીટીવી ફૂટેજ સેક્ટર 63 નજીકની એક ફેક્ટરીનું હોવાનું કહેવાય છે. વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે, પોલીસ ગુનેગારોની ઓળખ કરી રહી છે.
 

સીસીટીવી દ્વારા થઈ રહી છે તોફાનીઓની ઓળખ 

 
નોએડાની એક ફેક્ટરીમાં કામ કરતા કામદારોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસાની તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે QR કોડ દ્વારા એક વોટ્સએપ ગ્રુપમાં રાતોરાત વિરોધીઓને ઉમેરવામાં આવ્યા હતા. અલગ અલગ નામોવાળા વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યા છે. મઝદૂર આંદોલન નામનું એક વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું છે જેમાં કેટલાક મજૂર સંગઠનોના અલગ અલગ ગ્રુપમાં સંદેશા મોકલવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ ગ્રુપમાં ભડકાઉ પોસ્ટ પોસ્ટ કરવામાં આવી હતી અને વોટ્સએપ ગ્રુપમાં પ્રદર્શનને ઉગ્ર બનાવવાના સંદેશા મોકલવામાં આવ્યા હતા. વોટ્સએપ ગ્રુપમાં ભડકાઉ અને ઉશ્કેરણીજનક પોસ્ટ પોસ્ટ કરવામાં આવી હતી, ધરપકડ કરાયેલા આરોપીઓના ફોનની તપાસમાં આ પુરાવા મળ્યા છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Praful Hinge: 13 વર્ષની ઉંમરે ક્રિકેટ, લેધર બોલ જોયો પણ નહોતો, પણ લખી રાખ્યું હતું કે હું 4-5 વિકેટ લઈશ