બુધવારે લોકસભામાં કોંગ્રેસે સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ અને ભારત રાષ્ટ્ર સમિતિ બુધવારે મણિપુર મુદ્દે અવિશ્વાસ પ્રસ્તાવ મંજૂર . મણિપુર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનની માંગને લઈને સંસદમાં વિરોધ પક્ષોનું પ્રદર્શન ચાલુ છે.
મણિપુરનો મુદ્દો રોડથી લઈ છેક સંસદમાં પહોંચ્યો છે. આ દરમિયાન, લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે કેન્દ્ર સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ આજે કેન્દ્ર સરકાર સામે વિપક્ષ દ્વારા લાવવામાં આવેલ અવિશ્વાસ પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો. લોકસભાના નિયમો અનુસાર ઓછામાં ઓછા 50 સાંસદોએ પ્રસ્તાવ સ્વીકારવો પડે છે
મણિપુર મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં હોબાળો થયો હતો અને બંને ગૃહો બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવ્યાં હતાં, જ્યારે લોકસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી.