ગુજરાત હાઈ કોર્ટ 2002ના નરોડા પાટિયા રમખાણ મામલે નોંધાયેલ અપીલ પર આજે પોતાનો નિર્ણય સંભળાવી શકે છે. જસ્ટિસ હર્ષા દેવાની અને જસ્ટિસ એ.એસ. સુપેહિયાની પીઠે મામલામાં સુનાવણી પૂરી થયા પછી ગયા વર્ષે ઓગસ્ટમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
ઓગસ્ટ 2012માં એસઆઈટી મામલા માટે વિશેષ કોર્ટે રાજ્યની પૂર્વ મંત્રી અને બીજેપી નેતા માયા કોડનાની સહિત 32 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. કોડનાનીને 28 વર્ષના જેલની સજા સંભળાવવામં આવી હતી.
એક અન્ય બહુચર્ચિત આરોપી બજરંગદળના પૂર્વ નેતા બાબૂ બજરંગીને આજીવન કેદની સજા સંભળાવી અહ્તી. 7 અન્યને 21 વર્ષની આજીવન કેદ અને બાકી અન્યને 14 વર્ષની સાધારણ આજીવન કેદની સજા સંભળાવી હતી.
ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા રમખાણો દરમિયાન અમદાવાદમાં સ્થિત નરોડા પાટિયા વિસ્તારમાં 97 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ રમખાણોમાં 33 લોકો ઘાયલ પણ થઈ ગયા હતા. આ ઘટનાને ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવવાના એક દિવસ પછી અંજામ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનને સળગાવ્યા પછી વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ બંધનુ આહ્વાન કર્યુ હતુ. આ દરમિયાન જ નરોડા પાટિયા વિસ્તારમાં ઉગ્ર ભીડે અલ્પસંખ્યલ સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે આરોપીઓ પર આજે નિર્ણય આવવાનો છે. નીચલી કોર્ટે પુરાવાના અભાવમાં 29 અન્ય આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. જ્યા દોષીઓને નીચલી કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર આપ્યો. બીજી બાજુ વિશેષ તપાસ દળે 29 લોકોને મુક્ત કરવાનો નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો.