Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાત : લમ્પી બાદ ઘેટાંમાં જોવા મળ્યો નવો વાઇરસ, 18નાં મૃત્યુ

Lumpy virus
, બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (09:03 IST)
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, લમ્પી અને શીપ પૉક્સ એ બંને કૅપ્રીપૉક્સ વાઇરસ જીનથી થતી બીમારી છે. સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, તેઓ આ બીમારીને 38 ઘેટાંના એક ઝૂંડ સુધી સીમિત રાખી શક્યા છે. આ ઝૂંડમાંથી 18નાં મૃત્યુ થયાં છે.
 
પશુપાલન વિભાગને ટાંકીને અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઑગસ્ટ મહિનાના અંતે એક સાથે સંખ્યાબંધ ઘેટાં બીમાર પડ્યાં હોવાની ખબર મળતાં પશુતબીબોની ટીમને સુરેન્દ્રનગરના દસાડા તાલુકામાં મોકલવામાં આવી હતી.
 
બીમાર પડેલાં ઘેટાંનાં સૅમ્પલ મેળવીને તપાસ માટે 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હાઈ સિક્યૉરિટી ઍનિમલ ડિસીઝ'માં મોકલવામાં આવ્યાં હતાં.
 
પરિણામમાં એક જ ટોળાનાં 30 ઘેટાંમાં શીપ પૉક્સ વાઇરસની હાજરી જોવા મળી હતી.
 
સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે આસપાસના 15 કિલોમીટર વિસ્તારમાં 2,283 ઘેટાંને આ વાઇરસની પ્રતિરોધક રસી આપવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાહુલ પેરુમ્બુદુરમાં પિતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, યાત્રા સાંજે શરૂ થશે