એમસીડીના 250 વૉર્ડની ચૂંટણી માટે મતદાનનો સમય સવારના આઠથી માંડીને સાંજના સાડા પાંચ વાગ્યા સુધીનો છે.
નોંધનીય છે કે આ વખત એમસીડીની ચૂંટણીનો જંગ પણ ગુજરાતના ચૂંટણીજંગ જેમ ત્રિપાંખિયો થવા જઈ રહ્યો છે.
આ ચૂંટણીનાં પરિણામો સાત ડિસેમ્બરના રોજ જાહેર કરાશે.
ચૂંટણીમાં માન્ય મતદારોની સંખ્યા 1.46 કરોડ છે. એમસીડીની ચૂંટણીમાં કુલ 1,349 ઉમેદવારો પોતાનું ભાવિ અજમાવશે.
નોંધનીય છે કે એમસીડીની ચૂંટણીમાં પાછલાં 15 વર્ષથી ભાજપ જીતતો આવ્યો છે.
વર્ષ 2017માં આમ આદમી પાર્ટીની એમસીડીની ચૂંટણીમાં ઍન્ટ્રી થવાની સાથે કૉંગ્રેસનું મુખ્ય વિપક્ષ તરીકેનું સ્થાન છીનવાઈ ગયું હતું.