મુંબઈ- દેશની આર્થિક રાજધાની મુજંબઈમાં શુક્રવારે સવારે ભારે વરસાદ થઈ રહી. વરસાદના કારણે મહાનગરના નીચેના ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયું. ભારે વરસાદના કારણે લોકોને ભારે પરેશાનીઓનો સામનો કરવુ પડી રહ્યુ છે. મૌસમ વિભાગે આજે સાંજે 4 વાગ્યે હાઈટાઈડની ચેતવણી પણ આપી છે.
છત્રપતિ શિવાજી ટર્મિનસ લોઅર પરેલ, વેસ્ટર્ન એક્સપ્રેસ વે, સાયન સર્કલ, હિંદમાતા, અંધેરી અને ચેંબૂર સાથે ઘણા ક્ષેત્રોમાં પાણી ભરાઈ ગયું છે. રોડ પર જામ લાગેલુ છે. ઘણી જગ્યાઓ પર આટલું પાણી ભરાયુ છે કે ગાડીના પેંડા સુધી પાણીમાં ડૂબી ગયા.
ચૂના ભટ્ટી રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાયું. રેલ પાટા પણ પાણીમાં ડૂબેલા નજરે પડ્યા. મુંબઈની લાઈફલાઈન ગણતા મુંબઈ લોકલ પણ મોડેથી ચાલી રહી છે.
મૌસમ વિભાગ મુજબ આજે સાંજે 4 વાગ્યે મુંબઈમાં હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન સમુદ્રમાં 4 મીટર ઉંચી મોજાઓ ઉઠી શકે છે.