Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

MP CM Oath Taking Ceremony : મઘ્યપ્રદેશમાં આજથી 'મોહન રાજ', મોહન યાદવે 19માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

MP CM Oath Taking Ceremony : મઘ્યપ્રદેશમાં આજથી 'મોહન રાજ', મોહન યાદવે 19માં મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
, બુધવાર, 13 ડિસેમ્બર 2023 (12:53 IST)
Madhya Pradesh CM Mohan Yadav Swearing in Ceremony: મઘ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી મોહન યાદવે બુધવારે પોતાના પદ અને ગોપનીયતાની શપથ લીધી. તેઓ મઘ્યપ્રદેશના 19માં મુખ્યમંત્રી છે. શપથ ગ્રહણ સમારંભ ભોપાલના નેહરુ સ્ટેડિયમમાં થયો.  જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લએ ડિપ્ટી ઉપમુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કર્યા.  રાજ્યપાલ મંગૂભાઈ પટેલે બધાને શપથ અપાવ્યા.  હાલ કોઈ અન્ય ધારાસભ્યએ મંત્રી પદના શપથ લીધા નથી.  આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સહિત અન્ય નેતા આ સમારંભમાં સામેલ થયા. 

શપથ ગ્રહણ સમારોહનું આયોજન ભવ્ય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 10 મિનિટ સુધી ચાલ્યો હતો. ભાજપના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓમાં ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના પુષ્કર ધામી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શપથગ્રહણમાં ભાગ લીધો હતો. બીજેપી મધ્ય પ્રદેશ એકમના વડા વિષ્ણુ દત્ત શર્મા અને આઉટગોઇંગ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સમારોહની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
 
મોહન યાદવે શપથ લેતા પહેલા કહ્યું હતું કે, હું બધાને સાથે લઈને ચાલીશ અને સુશાસન સુનિશ્ચિત કરીશ. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે મને વિશ્વાસ છે કે નવા મુખ્યમંત્રી રાજ્યમાં સમૃદ્ધિ, વિકાસ અને જન કલ્યાણને નવી ઊંચાઈએ લઈ જશે. ત્રણ ડિસેમ્બર ચૂંટણી પરિણામ આવ્યા પછીથી જ અટકળો ચાલી રહી હતી જેના પર ત્યારે પૂર્ણ વિરામ લાગી ગયુ જ્યારે બીજેપીએ સોમવારે મોહન યાદવને મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીના રૂપના તેમનુ નામ જાહેર કર્યુ.  આ સાથે ભાજપના દિગ્ગજ નેતા શિવરાજ સિંહ ચૌહાણ પાંચમી વખત મુખ્યમંત્રી પદ સંભાળવાનો રેકોર્ડ બનાવવાથી રહી ગયા.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

PMJDY: પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠણ 51 કરોડથી વધુ ખાતા ખોલ્યા, 2 લાખ કરોડથી વધુ જમા થયા - નાણા મંત્રાલય