Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોંટેડ આતંકી અબુ બકર UAE માં ધરપકડ, જલ્દી ભારતમાં લાવવામાં આવશે

1993 મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોંટેડ આતંકી અબુ બકર UAE માં ધરપકડ, જલ્દી ભારતમાં લાવવામાં આવશે
, શનિવાર, 5 ફેબ્રુઆરી 2022 (00:41 IST)
અનેક  દેશોમાં ચાલી રહેલા સર્ચ ઓપરેશન વચ્ચે ભારતીય તપાસ એજન્સીઓને મોટી સફળતા મળી છે. ભારતીય તપાસ એજન્સીઓએ 1993ના મુંબઈ થયેલા સીરિયલ બ્લાસ્ટમાં સામેલ ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની UAEમાંથી ધરપકડ કરી છે.  સૂત્રોના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર છે, જેને ટૂંક સમયમાં UAEથી ભારત લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે 1993માં મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ 12 બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો માર્યા ગયા હતા અને 713 લોકો ઘાયલ થયા હતા
webdunia
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ  મુજબ ધરપકડ કરાયેલા આતંકવાદીનું નામ અબુ બકર છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, અબુ બકરે પાકિસ્તાનમાં હથિયારો અને વિસ્ફોટકો બનાવવાની તાલીમ લીધી હતી અને મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં ઉપયોગમાં લેવાતા આરડીએક્સને મુંબઈમાં અલગ-અલગ સ્થળોએ લગાવવાનું કામ કર્યું હતું. આ ઘટનાને અંજામ આપવાની સમગ્ર યોજના દુબઈમાં દાઉદ ઈબ્રાહિમના ઘરે જ અંજામ આપવામાં આવી હતી. જણાવી દઈએ કે છેલ્લા 29 વર્ષથી અબુ બકર સંયુક્ત આરબ અમીરાત અને પાકિસ્તાનમાં રહેતો હતો.
 
ઉલ્લેખનીય છે  કે અબુ બકરની વર્ષ 2019 માં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે તેણે કેટલાક દસ્તાવેજો એવી રીતે રજૂ કર્યા હતા, જેના પછી UAE સત્તાવાળાઓએ તેને છોડવો પડ્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારતીય એજન્સીઓ અબુ બકરના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં છે. ભારતના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ થયાના લગભગ 29 વર્ષ બાદ, અબુ બકરને UAEથી પરત લાવવામાં આવ્યા બાદ આખરે ભારતમાં કાયદાનો સામનો કરવો પડશે.
 
મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ સલીમ ગાઝીનું તાજેતરમાં થયુ મોત 
 
1993ના મોસ્ટ વોન્ટેડ સિરિયલ બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનું થોડા દિવસો પહેલા પાકિસ્તાનના કરાચીમાં મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે  કે સલીમ ગાઝી દાઉદ ગેંગનો સભ્ય હતો અને તેને છોટા શકીલનો નજીકનો માનવામાં આવતો હતો. દાઉદ સાથે પણ તેના ખાસ સંબંધ હતા. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો અનુસાર, સલીમ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમને હાઈ બ્લડ પ્રેશર અને અન્ય બીમારીઓ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે હાર્ટ એટેકથી તેમનું નિધન થયું હતું.
 
મુંબઈ હુમલા માટે પાકિસ્તાનમાં ટ્રેનિંગ 
 
મુંબઈ સિરિયલ બ્લાસ્ટ દાઉદ ઈબ્રાહિમની સૂચના પર કરવામાં આવ્યા હતા. કરોડોની સંપત્તિનું નુકસાન થયું હતું. બ્લાસ્ટ પહેલા જેમની પસંદગી કરવામાં આવી હતી તેમને ટ્રેનિંગ માટે પાકિસ્તાન મોકલવામાં આવ્યા હતા. આ બ્લાસ્ટમાં સંડોવાયેલા અબુ સાલેમ અને ફારૂક ટકલા જેવા લોકો ઝડપાઈ ગયા છે. તે જ સમયે, આ વિસ્ફોટોનો સૌથી મોટો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ હજુ પણ પોલીસથી દૂર છે.
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સગીર ભત્રીજીઓએ ફઈંનો જીવ લીધો, મોબાઈલ પર વાત કરવાની ના પાડી, પછી સૂતી વખતે કાપી નાખ્યુ