કોરોના (Corona) અન ઓમિક્રોન (Omicron) ના સતત વધી રહેલા કેસ વચ્ચે દેશમાં સોમવારથી કોરોનાનો ત્રીજો ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ (Precaution Dose) આપવાનુ અભિયાન શરૂ થયૂ. પહેલા જ દિવસે 9 લાખથી વધુ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય (Union Health Ministry)એ જણાવ્યું કે આજે સાંજે 7 વાગ્યા સુધી કુલ 82 લાખ રસીના ડોઝ આપવામાં આવ્યા હતા, જેનાથી ભારતનું કુલ રસીકરણ કવરેજ 152.78 કરોડ થઈ ગયું છે.
જેમાં દિલ્હીના એઈમ્સના ડાયરેક્ટર રણદીપ સિંહ ગુલેરિયા (AIIMS Director Randeep Singh Guleria)એ ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થકેર વર્કર્સ અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો આજથી શરૂ થયેલા પ્રિકોશન ડોઝના રાષ્ટ્રવ્યાપી અભિયાન હેઠળ વેક્સીન લીધી.