Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

UK અટેક પર બોલ્યા મોદી - લંડન આતંકી હુમલાથી દુખી છુ, ભારત બ્રિટનની સાથે છે

UK અટેક પર બોલ્યા મોદી - લંડન આતંકી હુમલાથી દુખી છુ, ભારત બ્રિટનની સાથે છે
નવી દિલ્હી. , ગુરુવાર, 23 માર્ચ 2017 (11:58 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લંડનમાં થયેલ આતંકવાદી હુમલા પર આજે દુખ બતાવ્યુ અને તેમણે કહ્યુ કે ભારત આ મુશ્કેલ સમયમાં બ્રિટન સાથે ઉભુ છે. મોદીએ એક ટ્વીટ કરીને કહ્યુ, "લંડનમાં આતંકી હુમલાથી ખૂબ દુખી છુ. અમારી સંવેદનાઓ અને પ્રાર્થનાઓ પીડિત અને તેમના પરિવાર સાથે છે." મોદીએ એક અન્ય ટ્વીટમાં કહ્યુ, "આ મુશ્કેલ સમયમાં ભારત આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં બ્રિટનની સાથે ઉભુ છે.’’
 
બ્રિટનમાં સંસદની બહાર એક સંદિગ્ધ આતંકવાદીએ એક પુલ પર કારથી લોકોને કચડી નાખ્યા અને એક પોલીસ અધિકારીને ચાકુ મારી દીધુ. આ હુમલામાં પાંચ લોકોના મોત થઈ ગયા અને લગભગ 40 લોકો ઘાયલ થઈ ગયા. આ ઘટનાને આંતરરાષ્ટ્રીય આતંકવાદથી પ્રેરિત બતાવાય રહી છે.   મૃતકોમાં હુમલાવર અને જે પોલીસ કર્મચારીને માર્યો તેનો સમાવેશ છે.  સ્કોટલેંડ ગાર્ડ અધિકારીઓએ હુમલાવરને ગોળી મારી દીધી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોલીસ પર કારણ વગર દબાણ ન બનાવે, ટ્રાંસફર-પોસ્ટિગથી દૂર રહો - UP ના સાંસદોને બોલ્યા મોદી