Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી ફરી એક વખત નજરકેદ

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી ફરી એક વખત નજરકેદ
, સોમવાર, 1 નવેમ્બર 2021 (19:01 IST)
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ મહબૂબા મુફ્તીને ફરી એક વખત નજરકેદ કરવામાં આવ્યા છે. હકીકતે મહબૂબા મુફ્તીની સોમવારે શોપિયાં જિલ્લા ખાતે જવાની યોજના હતી. જોકે પોલીસે તે પહેલા જ તેમના ઘરના મેઈન ગેટને જ બંધ કરી દીધો હતો. મહબૂબાની ગતિવિધિઓ પર સંપૂર્ણપણે નજર રાખી શકાય તે માટે મેઈન ગેટની સાથે જ બીપી વાહન પણ તૈનાત કરી દેવામાં આવ્યું હતું.
 
મહબૂબા મુફ્તીને સુરક્ષાના કારણોસર શોપિયાં જવાની મંજૂરી નથી અપાઈ. મહબૂબાએ જમ્મુ કાશ્મીર પોલીસ અને ઉપરાજ્યપાલ પ્રશાસનને ઉદ્દેશીને ટ્વિટમાં લખ્યું હતું કે, ભારત નિશ્ચિતરૂપે તમામ લોકશાહીઓની જનની છે પરંતુ, એક પૂર્વ બીજેપી ધારાસભ્ય વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન કરાઈ જે કાશ્મીરીઓના નરસંહારનું આહ્વાન કરે છે, જ્યારે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ પર ફક્ત વિજેતા ટીમનો ઉત્સાહ વધારવા પર દેશદ્રોહનો આરોપ લગાવવામાં આવે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સીબીઆઈએ 15000 કરોડ રૂપિયાના બાઈક કૌભાંડનો કેસ નોંધ્યો, કેવી રીતે 15 લોકોએ દેશભરમાં કર્યો દગો