Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Video - પુણે હાઈવે પર બેકાબુ ટ્રક ડ્રાઈવરે 8 ગાડીઓને કચડી નાખતા 8 લોકોના મોત, પોલીસે ડ્રાઈવર-ક્લીનર પર નોંધ્યો હત્યાનો કેસ

pune accident
, શુક્રવાર, 14 નવેમ્બર 2025 (12:54 IST)
પુણે પોલીસે શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સંડોવાયેલા ડ્રાઇવર અને ક્લીનર વિરુદ્ધ બિનદાદા હત્યાનો કેસ દાખલ કર્યો છે, જેમાં ટ્રકે આઠ લોકોના મોત અને ૧૪ ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે ટ્રક માલિક પર પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
 
પોલીસના મુજબ મુંબઈની તરફથી આવી રહેલી મોટા ટ્રક કંટેનરના ડ્રાઈવરે બ્રેક ફેલ થવાની આશંકથી ગાડી પર પોતાનુ નિયંત્રણ ગુમાવી દીધુ. આ દરમિયાન ટ્રકે પોતાના રસ્તામાં આવનારી કેટલીક ગાડીઓને ટક્કર મારી અને ત્યારબાદ ટ્રક સામે ઉભેલા એક કંટેનર સાથે અથડાઈ. 
 
પોલીસ ઉપાયુક્ત સંભાજી કદમે જણાવ્યુ કે એક કાર આ બંને ટ્રકની વચ્ચે ખરાબ રીતે કચડાઈ ગઈ. એવુ બતાવાય રહ્યુ છે કે મૃતક ટ્રક ચાલક રૂસ્તમ ખાન  અને ક્લીનર મુશ્તાક ખાન રાજસ્થાનના રહેનારા હતા. તેમણે કહ્યુ કે ટ્રકનો માલિક તાહિર ખાન દુર્ઘટના સમયે ત્યા હાજર નહોતો.  
 
તેમણે જણાવ્યુ કે કાર સવાર પાંચ લોકોના મોત થઈ ગયા. આ બધા એ જ પરિવારના સભ્યો હતા. જે પુણે જીલ્લાના નારાયણપુરમાં આવેલ એક ધાર્મિક સ્થળ પરથી પરત ફરી રહ્યા હતા. દુર્ઘટનામાં મરનારા આઠમા સભ્યની ઓળખ સતારાના રહેનારા એક વ્યક્તિના રૂપમાં થઈ છે. પોલીસે આશંકા બતાવી છે કે કારમાં લાગેલી સીએનજી કિટમાં બ્લાસ્ટ થવાથી આગ ભડકી હતી. 
 
કેન્દ્રીય મંત્રી અને પુણે સાંસદ મુરલીઘર મોહોલ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણના અધિકારીઓ પુણે મહાનગરપાલિકા અને પોલીસ સાથે દુર્ઘટનાસ્થળનો પ્રવાસ કરશે. બેંગલુરૂ-મુંબઈ માર્ગની સાતારા-મુંબઈ લેન પર બનેલ ઢાળ અનેક દુર્ઘટનાનુ કારણ બની ચુક્યો છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શુ બિહારના 'મોટાભાઈ' બનશે નીતિશ કુમાર ? JDU નુ ધમાકેદાર કમબેક, RJD-કોંગ્રેસ મહા-હાર તરફ