Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

એકતાનો મહાકુંભ, યુગ પરિવર્તનની આહટ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

mahakumbh
, ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2025 (12:36 IST)
mahakumbh
- સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો આ મહાકુભમાં એક થઈ ગયા, આ એક ભારતનુ ચિર સ્મરણીય દ્રશ્ય બની ગયુ - પીએમ મોદી     
- મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયથી હું અભિભૂત છું - પ્રધાનમંત્રી
- યોગીજીના નેતૃત્વમાં, સરકાર, વહીવટીતંત્ર અને જનતાએ મળીને એકતાના આ મહાકુંભને સફળ બનાવ્યો - પીએમ મોદી
- પ્રયાગરાજ મહાકુંભ વિશ્વભરના મેનેજમેન્ટ, આયોજન અને નીતિ નિષ્ણાતો માટે સંશોધનનો વિષય બની ગયો છે - પ્રધાનમંત્રી
- મહાકુંભમાં ભક્તોની ભાગીદારી આપણી સંસ્કૃતિ અને વારસાને ઘણી સદીઓ સુધી મજબૂત અને સમૃદ્ધ રાખશે - પ્રધાનમંત્રી
- પોતાના વારસા પર ગર્વ ધરાવતું ભારત હવે નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યું છે - પ્રધાનમંત્રી
- આ યુગ પરિવર્તનનો અવાજ છે, જે દેશ માટે એક નવું ભવિષ્ય લખવા જઈ રહ્યો છે - પ્રધાનમંત્રી
- દેશવાસીઓમાં એકતાનો આ અવિરત પ્રવાહ આ રીતે ચાલુ રહે તે માટે હું શ્રી સોમનાથની મુલાકાત લઈશ - પીએમ મોદી
- મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો
- કહ્યું- તમારું માર્ગદર્શન અને શુભેચ્છાઓ હંમેશા આપણા બધાને નવી ઉર્જા પ્રદાન કરે છે
- 45  પવિત્ર દિવસોમાં, સંતો અને ઋષિઓ સહિત 66 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવીને ધન્યતા અનુભવી છે - મુખ્યમંત્રી યોગી
 
મહાકુંભ 2025 (Mahakumbh 2025) નુ સમાપન મહશિવરાત્રિની સાથે થઈ ચુક્યુ છે. આ મહાઆયોજનને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની ભાવના શેયર કરી છે. તેમણે X પર પોસ્ટ કરતા એક આલેખ શેયર કર્યો છે. પીએમ એ લખ્યુ છે કે મહાકુંભ સંપન્ન થયો... એકતાનો મહાયજ્ઞ સંપન્ન થયો. પ્રયાગરાજમાં એકતાના મહાકુંભમાં પુરા 45 દિવસ સુધી જે રીતે 140 કરોડ દેશવાસીઓની આસ્થા એક સાથે એક સમયમાં આ પર્વથી આવીને જોડાઈ એ અભિભૂત કરે છે. મહાકુંભના પૂર્ણ થવા પર જે વિચાર મનમાં આવ્યો તેણે મને કલમબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. 

 
 આલેખના કેટલાક અંશ... 
પીએમ એ લખ્યુ છે કે મહાકુંભમાં જે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગીદારી કરી એ ફક્ત એક રેકોર્ડ જ નથી પણ આ આપણી સંસ્કૃતિ અને વિરાસતને સુદ્દઢ અને સમૃદ્ધ રાખવા માટે અનેક સદીઓથી એક સશક્ત નીવ પણ રાખવામાં આવી છે. પ્રયાગરાજનો મહાકુંભ આજે દુનિયાભરના મેનેજમેંટ પ્રોફેશનલ્સની સાથે જ પ્લાનિંગ અને પોલીસી એક્સપર્ટ્સ માટે  પણ રિસર્ચનો વિષય બની ગયો છે. આજે પોતાની વિરાસત પર ગૌરવ કરનારા ભારત હવે એક નવી ઉર્જા સાથે આગળ વધી રહ્યુ છે. આ યુગ પરિવર્તનની એ આહટ છે જે દેશનુ નવુ ભવિષ્ય લખવા જઈ રહ્યુ છે. સમાજના દરેક વર્ગ અને દરેક ક્ષેત્રના લોકો આ મહાકુંભમાં એક થઈ ગયા. આ એક ભારત શ્રેષ્ઠ ભારતનુ ચિર સ્મરણીય દ્રશ્ય કરોડો દેશવાસીઓમાં આત્મવિશ્વાસના સાક્ષાત્કારનુ મહાપર્વ બની ગયુ. 

પીએમ મોદીએ કહ્યું કે યુપીના સાંસદ હોવાને કારણે, હું ગર્વથી કહી શકું છું કે યોગીજીના નેતૃત્વમાં સરકાર, વહીવટીતંત્ર અને જનતાએ મળીને એકતાના આ મહાકુંભને સફળ બનાવ્યો. કેન્દ્ર હોય કે રાજ્ય, અહીં કોઈ શાસક કે વહીવટકર્તા નહોતા, દરેક વ્યક્તિ ભક્તિથી ભરપૂર સેવક હતા. આપણા સફાઈ કર્મચારીઓ, આપણા પોલીસકર્મીઓ, આપણા સાથી ખલાસીઓ, ડ્રાઈવરો, રસોઈયા, બધાએ આ મહાકુંભને સફળ બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠા અને સેવાની ભાવના સાથે સતત કામ કર્યું. ખાસ કરીને, પ્રયાગરાજના રહેવાસીઓએ આ 45 દિવસોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા છતાં ભક્તોની જે રીતે સેવા કરી છે તે અજોડ છે. હું પ્રયાગરાજના તમામ રહેવાસીઓ, ઉત્તર પ્રદેશના લોકોનો આભાર અને અભિનંદન વ્યક્ત કરું છું. તેમણે કહ્યું કે એકતાના મહાકુંભને સફળ બનાવવા માટે દેશવાસીઓની મહેનત, પ્રયાસો અને દૃઢ નિશ્ચયથી પ્રભાવિત થઈને, હું બાર જ્યોતિર્લિંગોમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના દર્શન કરવા જઈશ. હું ભક્તિના પ્રતીક તરીકે સંકલ્પ પુષ્પ સમર્પિત કરીને દરેક ભારતીય માટે પ્રાર્થના કરીશ. હું ઈચ્છું છું કે દેશવાસીઓમાં એકતાનો આ અવિરત પ્રવાહ વહેતો રહે.
 
66 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડુબકી 
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી મહાકુંભમાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમમાં આસ્થાની ડુબકી લગાવી ચુક્યા છે. આ પાવન તીર્થમાં અત્યાર સુધી અનેક હસ્તિયો સામેલ થઈ ચુકી છે.  કુંભમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશની રાજ્યપાલ આનંદીબેન પટેલ, બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ડુબકી લગાવી ચુક્યા છે. આ ઉપરાંત 73 દેશોના પ્રતિનિધિમંડળ, ભૂતાન નરેશ જિગ્મે ખેસર,   ઉત્તરાખંડના રાજ્યપાલ નામગ્યાલ વાંગચુક, છત્તીસગઢના રાજ્યપાલ, મંત્રીમંડળ, સાંસદો, ધારાસભ્યો, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા, ઓડિશાના મુખ્યમંત્રી મોહન માંઝી, કેન્દ્રીય મંત્રીઓ ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ, શ્રીપદ નાઈક, ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદી અને રાજ્યસભાના સાંસદ સુધા મૂર્તિએ પણ સંગમમાં સ્નાન કર્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pune Rape Case- પુણે રેપ કેસમાં ઓરીપ જામીન પર બહાર, પોલીસે રાખ્યું 1 લાખનું ઈનામ