Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

LPG Cylinder Price Hike- મહિનાના પહેલા દિવસે મોંઘવારીનો આંચકો, ગેસ સિલિન્ડરના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો

LPG gas cylinder hike
, રવિવાર, 1 મે 2022 (11:16 IST)
ભારતમાં આ દિવસોમાં મોંઘવારી સામાન્ય લોકોના ખિસ્સાની દુશ્મન બની છે, જેના કારણે આર્થિક પૈડું સતત પાટા પરથી ઉતરી રહ્યું છે. પેટ્રોલ-ડીઝલ અને ખાદ્યપદાર્થોના ભાવ આસમાને છે, પરંતુ હવે મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો વધુ એક ફટકો પડ્યો છે. સરકારી ગેસ ઈંધણ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.
 
નવી કિંમત અનુસાર નવી કિંમત લાગુ થયા બાદ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત 2253 રૂપિયાથી વધીને 2355.50 રૂપિયા થઈ ગઈ છે. b કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ગ્રાહકોને રૂ. 102.50 પડશે. સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા નવા દરો અનુસાર આ વધારો હોટલ અને રેસ્ટોરન્ટમાં ઉપયોગમાં લેવાતા કોમર્શિયલ સિલિન્ડર પર કરવામાં આવ્યો છે. તે જ સમયે, 5 કિલોના નાના એલપીજી સિલિન્ડરની કિંમત હવે 655 રૂપિયા થઈ ગઈ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

4 કે 5મી મે એ વિધાનસભાનું વિસર્જન થવાની શક્યતા; દિલ્હીમાં વડાપ્રધાનના ઘરે મોદી, શાહ, પાટીલ, ભૂપેન્દ્ર પટેલની 3 કલાક બેઠક